હવામાન વિભાગની ગુજરાતને લઇ આગાહી

0
167

આગામી ૫ દિવસ સૂકું વાતાવરણ રહેશે, ૨ દિવસ તાપમાન યથાવત રહેશે

હવામાન વિભાગે ગરમીને લઇને નવી આગાહી કરી છે. જે મુજબ, ગુજરાતમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે. જોકે, બે દિવસ તાપમાનમાં કોઇપણ ફેરફાર થશે નહીં. ૨ દિવસ બાદ તાપમાનમાં ૧ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરાઈ છે.  સુરેન્દ્રનગર 41.3 ડિગ્રી, અમરેલી 40.8 ડિગ્રી, અમદાવાદમાં 40.5 ડિગ્રી, રાજકોટમાં 40.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બે દિવસ સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં 1 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. જોકે, હાલ યલો એલર્ટની અને વરસાદની કોઈ આગાહી નથી કરાઈ. ઉતરી દિશાથી સૂકા પવન ફૂંકાવાના કારણે તાપમાનમાં વધારો થઇ શકે છે.