Mega Raid on Orsang River: જિલ્લામાં લાંબા સમયથી ઓરસંગ નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન (Illegal Sand Mining) સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લા કલેક્ટરના સીધા નેતૃત્વ હેઠળ તંત્ર દ્વારા એક ગુપ્ત ઓપરેશન પાર પાડીને રેતી ચોરીના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર ભૂમાફિયાઓ સામે આટલી મોટી રકમનો દંડ ફટકારવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેને પગલે સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Mega Raid on Orsang River: રતનપુર ગામે તંત્ર ત્રાટક્યું: 3.94 લાખ મેટ્રિક ટન રેતી ચોરી ઝડપાઈ
સંખેડા તાલુકાના રતનપુર ગામે ઓરસંગ નદીના પટમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાની પાકી બાતમીના આધારે વહીવટી તંત્રની ટીમે ઓચિંતી રેડ પાડી હતી:
- ઘટનાસ્થળેથી આશરે 3.94 લાખ મેટ્રિક ટન બિનઅધિકૃત રેતીનો જથ્થો ઝડપાયો છે.
- ગેરકાયદેસર ખોદકામ માટે ઓરસંગ નદીના પટને વેરવિખેર કરી રહેલા 3 મહાકાય હિટાચી મશીનો પણ પોલીસે સીઝ કર્યા છે.
Mega Raid on Orsang River: કાળા કારોબારના ‘3 મોટા માથા’ સામે કાયદેસરની કાર્યવાહી
સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડનારા મુખ્ય સૂત્રધારો સામે તંત્રએ સકંજો કસ્યો છે. આ કાળા કારોબારમાં સંડોવાયેલા જે ૩ મુખ્ય વ્યક્તિઓ સામે કાયદેસરના પગલાં ભરવાની કવાયત હાથ ધરાઈ છે, તેમાં નીચેના નામો સામે આવ્યા છે:
- ગોવિંદ ઓડ
- સંજય ઠાકોર
- ઉર્વશી વાઢેર
Mega Raid on Orsang River: તેજગઢ સ્ટોક યાર્ડ પર પણ ત્રીજી આંખ: વધુ 31 લાખનો દંડ
આ ઓપરેશન માત્ર રતનપુર પૂરતું સીમિત નહોતું. તંત્રની ટીમે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે આવેલા રેતીના સ્ટોક યાર્ડ પર પણ આકસ્મિક દરોડો પાડીને માપણી હાથ ધરી હતી. સ્ટોકમાં મોટી ગેરરીતિઓ સામે આવતા તંત્ર દ્વારા ત્યાં વધુ ₹31 લાખનો દંડ ફટકારીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરે જાતે જ એક મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સમગ્ર ઓપરેશન અને ઐતિહાસિક દંડની વિગતવાર માહિતી મીડિયા સમક્ષ જાહેર કરી હતી અને ગેરકાયદેસર ખનન કરનારા તત્વોને છેલ્લી ચીમકી આપી દીધી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




