Signal-Free SG Highway: અમદાવાદના SG હાઈવે પર ટ્રાફિકજામથી મુક્તિનો માસ્ટર પ્લાન, સિગ્નલ બંધ, સીધા ક્રોસિંગ પર નો-એન્ટ્રી!

0
111
Signal-Free SG Highway
Signal-Free SG Highway

Signal-Free SG Highway: ઑફિસ છૂટવાનો સમય હોય કે વીકેન્ડની સાંજ, અમદાવાદના વ્યસ્ત એસ.જી. હાઈવે (SG Highway) પરથી પસાર થવું એટલે ટ્રાફિક જામ, કિંમતી સમયનો બગાડ અને મોંઘા ઈંધણનો ધુમાડો. વાહનચાલકોની આ રોજિંદી માથાકૂટો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ (Pilot Project) હાથ ધરવામાં આવ્યો છે. એસ.જી. હાઈવેના બે સૌથી વ્યસ્ત જંક્શન—પેલેડિયમ મોલ જંક્શન અને ઇસ્કોન મંદિર ચાર રસ્તા પર ટ્રાફિકને કાયમી ધોરણે ‘સિગ્નલ-ફ્રી’ કરવા માટે નવું ટ્રાફિક મેનેજમેન્ટ મોડલ ટ્રાયલ બેઝ પર શરૂ કરાયું છે.

તંત્ર દ્વારા આ બંને જંક્શન પર ચારેય દિશામાંથી આવતો ટ્રાફિક કોઈ પણ અવરોધ વિના સતત આગળ વધતો રહે તે માટે ખાસ કેપ્સુલ શેપ‘ (Capsule Shape) ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાને સચોટ રીતે લાગુ કરવા માટે રોડ પર 52 લોખંડના મજબૂત ડ્રમ્સ અને 54 પ્લાસ્ટિક બેરિયર્સ મૂકીને નવો રૂટ તૈયાર કરાયો છે.

Signal-Free SG Highway

Signal-Free SG Highway: 1. બ્રિજ નીચે હવે ‘4 કટ્સની નવી ફોર્મ્યુલા

જંક્શનને સિગ્નલ-ફ્રી કરવા અને વાહનોનું રોટેશન સુધારવા માટે બ્રિજ નીચેના કટ્સમાં મોટો ફેરફાર કરાયો છે:

  • જૂની વ્યવસ્થા: અત્યાર સુધી પેલેડિયમ મોલ ચાર રસ્તાના બ્રિજ નીચે માત્ર 2 જ કટ્સ હતા. જેમાં થલતેજ કે ગોતા તરફથી આવતા વાહનો મુખ્ય જંક્શનના 50 મીટર અગાઉથી જમણી બાજુ કે યુ-ટર્ન લઈ શકતા હતા.
  • નવી વ્યવસ્થા: હવે બ્રિજ નીચે કટ્સની સંખ્યા 2થી વધારીને 4 કરવામાં આવી છે. ઝાયડસ હૉસ્પિટલથી મોલ તરફ (ગોતા બાજુ) જતા બ્રિજ નીચે એક નવો કટ અને થલતેજ બાજુથી આવતા વાહનો માટે પણ એક વધારાનો કટ તૈયાર કરાયો છે.

Signal-Free SG Highway: 2. થલતેજથી પેલેડિયમ મોલ જનારાઓ માટે નવો ડાયવર્ઝન પ્લાન

જો તમે થલતેજ તરફથી આવીને પેલેડિયમ મોલ તરફ જવા માંગો છો, તો હવેથી તમે ચાર રસ્તા પરથી સીધા ક્રોસિંગ કરી શકશો નહીં. આ માટે તંત્રએ નવો પ્લાન બનાવ્યો છે:

નવો રૂટ: થલતેજ તરફથી આવતા વાહનચાલકોએ હાઈકોર્ટની સામે આપેલા નવા કટ પરથી જમણી બાજુ વળવાનું રહેશે. ત્યાંથી ટર્ન લઈને તેઓ એસ.જી. હાઈવે પર સીધા જ પેલેડિયમ મોલ તરફ જઈ શકશે.

Signal-Free SG Highway: વાહનચાલકોને થશે આ 3 મોટા ફાયદા

તંત્રના દાવા મુજબ, આ ‘કેપ્સુલ શેપ’ મોડલથી વાહનચાલકોને સીધો ફાયદો થશે:

  1. નો વેટિંગ ટાઈમ: પીક અવર્સ (ટ્રાફિકના સમયે) દરમિયાન વાહનોએ જંક્શન પર સિગ્નલ પર ઊભા રહેવું નહીં પડે. ટ્રાફિક સતત ચાલતો રહેશે.
  2. પૈસા અને સમયની બચત: ટ્રાફિક જામ ન થવાને કારણે બળતણ (ઈંધણ) ઓછું વપરાશે, જેથી લોકોના પૈસા અને સમય બંને બચશે.
  3. અકસ્માતમાં ઘટાડો: ટ્રાફિક વધુ શિસ્તબદ્ધ થતાં જંક્શન પર થતા અકસ્માતોની સંભાવના નહિવત થઈ જશે.

Signal-Free SG Highway: જો પ્રયોગ સફળ રહ્યો તો સમગ્ર શહેરમાં લાગુ થશે

તંત્ર દ્વારા હાલમાં આ વ્યવસ્થા 3 દિવસના પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. જો આ 3 દિવસ દરમિયાન ટ્રાફિક નિયંત્રણમાં આ મોડલ સફળ સાબિત થશે, તો આગામી સમયમાં અમદાવાદ શહેરના અન્ય વ્યસ્ત અને મોટા જંક્શનો પર પણ આ જ ‘સિગ્નલ-ફ્રી કેપ્સુલ મોડલ’ લાગુ કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

છોટાઉદેપુરમાં ‘સફેદ રેતીના કાળા કારોબાર’ પર તંત્રનો સપાટો, ઐતિહાસિક ₹13.32 કરોડનો દંડ, 3 મોટા માથા ભૂગર્ભમાં!