CM ભૂપેન્‍દ્ર પટેલ અને સાઉથ આફ્રિકાના ફાઈનાન્‍સ મિનિસ્ટર વચ્ચે બેઠક

0
258

દ.આફ્રિકાના ફાઈનાન્‍સ મિનિસ્ટર અને મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ વચ્ચે બેઠક

ગાંધીનગરમાં ફળદાયી બેઠક યોજાઈ

ગુજરાત અને દક્ષિણ આફ્રિકાના સંબંધો દીર્ઘકાલીનઃ ભૂપેન્‍દ્ર પટેલ

CM ભૂપેન્‍દ્ર પટેલ સાથે સાઉથ આફ્રિકાના ફાઈનાન્‍સ મિનિસ્ટર શ્રીયુત એનોક ગોડોન્‍ગવાના અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. G-20 પ્રેસીડન્‍સી અન્‍વયે ગુજરાતમાં આયોજીત થઈ રહેલી ફાયનાન્‍સ મિનીસ્ટર્સ અને બેંન્‍ક ગવર્નર્સની ત્રીજી સમિટમાં સહભાગી થવા તેઓ ગાંધીનગર આવ્યા છે.ત્યારે CM ભૂપેન્‍દ્ર પટેલ સાથેની આ બેઠકમાં તેમણે G-20નાં આયોજનથી પ્રભાવિત થયા હોવાનો મત દર્શાવ્યો હતો. એટલું જ નહિ, વિકાસનાં બહુવિધ ક્ષેત્રે ગુજરાત અને સાઉથ આફ્રિકા સાથે મળીને કામ કરી શકે તેમ તેમણે ઉમેર્યું હતું.સાઉથ આફ્રિકાનાં ફાઈનાન્‍સ મિનિસ્ટરે ગુજરાતમાં ઉદ્યોગ-રોકાણકારોને અપાતા પ્રોત્સાહનો અને ઈન્‍સેન્‍ટીવ્ઝ વિશે જાણવામાં રસ દાખવ્યો હતો.શ્રીયુત એનોક ગોડોન્‍ગવાને ગુજરાત અને સાઉથ આફ્રિકા વચ્ચે સુદ્રઢ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો છે. તેમજ ગુજરાતી પરિવારો એમને ત્યાં વ્યાપાર ઉદ્યોગમાં સક્રિય યોગદાન આપે છે તેની પણ ભૂમિકા આપી હતી.મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ બેઠકમાં કહ્યું કે, ગુજરાત અને સાઉથ આફ્રિકાના સંબંધો દીર્ઘકાલીન છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં સત્યાગ્રહ ચળવળ શરૂ કરેલી તેનું પણ તેમણે સ્મરણ કર્યું હતું. ભૂપેન્‍દ્ર પટેલે આ સંદર્ભમાં સાઉથ આફ્રિકાના ફાઈનાન્‍સ મિનિસ્ટરને સાબરમતી આશ્રમ અને મહાત્મા મંદિર પરિસરની દાંડી કુટીરની મુલાકાત લેવા આગ્રહ કર્યો હતો.


દક્ષિણ આફ્રિકાના ફાઈનાન્‍સ મિનિસ્ટર શ્રીયુત એનોક ગોડોન્‍ગવાનાની મુખ્યમંત્રીભૂપેન્‍દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં ફળદાયી બેઠક યોજી હતી.જેમાં ગુજરાત અને દક્ષિણ આફ્રિકા સ્ટાર્ટઅપ એક્સચેન્‍જ પ્રોગ્રામ દ્વારા સ્ટાર્ટઅપ ક્ષેત્રે કોલોબરેશન વધારી  શકવાની સંભાવના અંગે પરામર્શ કરવામાં આવ્યું હતું. સાઉથ આફ્રિકાની ફિનટેક-સ્ટાર્ટઅપ્સ અને અન્ય કંપનીઓને ગિફ્ટસિટીમાં ઓપરેશનલ ઓફિસીસ શરૂ કરવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું

વાંચો અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની વધુ એક ગૌરવ સિદ્ધિ