HomeVideshMassacre in America: અમેરિકામાં લોહીલુહાણ રવિવાર પિતાએ જ 7 સંતાનો સહિત 8...

Massacre in America: અમેરિકામાં લોહીલુહાણ રવિવાર પિતાએ જ 7 સંતાનો સહિત 8 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા

Massacre in America: શ્રેવેપોર્ટ, લ્યુઇસિયાના અમેરિકામાં ગન કલ્ચરની વરવી વાસ્તવિકતા ફરી એકવાર સામે આવી છે. લ્યુઇસિયાના રાજ્યના શ્રેવેપોર્ટ શહેરમાં રવિવારની વહેલી સવારે એક માથાફરેલા પિતાએ પોતાના જ પરિવારને ખતમ કરી નાખ્યો છે. 31 વર્ષીય શમાર એલ્કિન્સ નામના શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરી 8 બાળકોની હત્યા કરી છે, જેમાં 7 તેના પોતાના સંતાનો હતા.

Massacre in America: ઘટનાની વિગતો: શું બન્યું હતું?

Massacre in America
  • સમય અને સ્થળ: રવિવારે સવારે 6 વાગ્યે વેસ્ટ 79મી સ્ટ્રીટ વિસ્તારમાં આ લોહીયાળ ખેલ ખેલાયો હતો.
  • ક્રૂરતાની હદ: આરોપીએ એસોલ્ટ-સ્ટાઇલ હથિયારથી ઘરમાં સૂતેલા બાળકો પર ગોળીબાર કર્યો. એક બાળક જીવ બચાવવા છત પર ભાગ્યું તો પાછળ જઈને તેને પણ ગોળી મારી દીધી.
  • ભોગ બનનાર: મૃતક બાળકોની ઉંમર માત્ર 1 થી 11 વર્ષની વચ્ચે હતી. જેમાં 5 છોકરીઓ અને 3 છોકરાઓનો સમાવેશ થાય છે.
  • પત્નીની હાલત ગંભીર: આરોપીએ સૌથી પહેલા પોતાની પત્નીને ગોળી મારી હતી. હાલ તેની હાલત હોસ્પિટલમાં નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
Massacre in America

Massacre in America: આરોપીનો પણ અંત આવ્યો

Massacre in America

હત્યાકાંડને અંજામ આપ્યા બાદ શમાર એલ્કિન્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તેણે બંદૂકની અણીએ કાર લૂંટવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ સાથેના પીછો દરમિયાન તે ઠાર મરાયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ નેશનલ ગાર્ડમાં રહી ચૂક્યો હતો અને ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતો હતો.

Massacre in America: શહેર અને દેશમાં શોકની લહેર

Massacre in America

શ્રેવેપોર્ટના મેયર ટોમ આર્સેનોએ આ ઘટનાને શહેરની “સૌથી મોટી દુર્ઘટના” ગણાવી છે. ગવર્નર જેફ લેન્ડ્રીએ પણ આ ભયાનક હત્યાકાંડ પર શોક વ્યક્ત કર્યો છે.

વિચારવા જેવી વાત: અમેરિકામાં વર્ષ 1791માં બનેલો હથિયાર રાખવાનો કાયદો આજે નિર્દોષો માટે કાળ બની રહ્યો છે. 2026ના શરૂઆતના મહિનાઓમાં જ આ વર્ષની સૌથી મોટી માસ શૂટિંગની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : અમદાવાદ સિવિલમાં માનવતાનો મહાયજ્ઞ 3 દિવસમાં 3 અંગદાન, 11 વ્યક્તિઓના જીવનમાં પથરાયો પ્રકાશ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments