Home Main શિક્ષકો ની કાયમી ભરતી માટે હજુ જોવી પડશે રાહ, ’15મી જૂન...

શિક્ષકો ની કાયમી ભરતી માટે હજુ જોવી પડશે રાહ, ’15મી જૂન 2024 થી ભરતી થશે, જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા’

0
1435
જ્ઞાન સહાયક
જ્ઞાન સહાયક

ગુજરાત માં શિક્ષકો ની કાયમી ભરતી પર ક્યારે થશે? આ સવાલનો જવાબ  એક ખાનગી ટીવી શોમાં ગુજરાત ના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે આપ્યો છે,  તેમણે કહ્યું કે- ગુજરાત માં દર વર્ષે 15 જૂનની આજુબાજુ શિક્ષકોની કાયમી ભરતી થશે. શિક્ષકો ની કાયમી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે આ ખૂબ જ મોટા સમાચાર છે. શું જ્ઞાન સહાયકની ભરતી કાયદાના દાવપેચમાં ફસાઈ જશે? 25 હજારથી વધારે ઉમેદવારોએ શિક્ષક બનવા માટે જ્ઞાન સહાયકની ભરતીમાં ફોર્મ ભર્યું છે તે ઉમેદવારોનું શું થશે? આ સવાલનો જવાબ શિક્ષણમંત્રીએ આપતાં કહ્યું છે કે, જ્ઞાન સહાયકની ભરતી કોઈ કાનૂની દાવપેચમાં ફસાવાની નથી. જ્ઞાન સહાયકની ભરતી પર કુબેર ડિંડોરે કહ્યું કે, જ્ઞાન સહાયક એ હંગામી છે. આ સિવાય પણ કાયમી ભરતી થવાની છે અને કાયમી ભરતી થઈ પણ રહી છે પરંતુ કેટલાક લોકો જે શિક્ષકોની ભરતી માટે પણ લાયક નથી તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે. આંકડા સાથે તેમણે કહ્યું કે રાજ્ય સરકારે 2600 શિક્ષકોની કાયમી ભરતીના 14 સપ્ટેમ્બરે જ ઓર્ડર આપ્યા છે. આ સિવાય માધ્યમિક શાળાઓમાં 1560 આચાર્યોની કાયમી ભરતી પણ સરકારે કરી છે.

જ્ઞાન સહાયક માટે 25 હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધાં છે અને જ્ઞાન સહાયકની મેરિટ યાદી પણ દરેક જિલ્લામાં મોકલી દેવાઈ છે. શિક્ષકોની કરાર આધારિત ભરતી મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે જ્ઞાન સહાયકની ભરતી એ હંગામી છે. આ સિવાય પણ કાયમી ભરતી થવાની છે અને કાયમી ભરતી થઈ પણ રહી છે પરંતુ કેટલાક લોકો જે શિક્ષકોની ભરતી માટે પણ લાયક નથી તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે. આંકડા સાથે તેમણે કહ્યું કે રાજ્ય સરકારે 2600 શિક્ષકોની કાયમી ભરતીના 14 સપ્ટેમ્બરે જ ઓર્ડર આપ્યા છે. આ સિવાય માધ્યમિક શાળાઓમાં 1560 આચાર્યોની કાયમી ભરતી પણ સરકારે કરી છે.

શિક્ષકો અને ઓરડાઓની ઘટ?

શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે આ મુદ્દે જવાબ આપતાં કહ્યું કે, ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ સહિત 53 હજાર સરકારી શાળાઓ છે અને સરકાર 50 હજાર શાળાઓના ઓરડા પૂરા કરવાના લક્ષ્ય સાથે કામ કરી રહી છે. 15 હજાર ઓરડાઓના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે. 28 હજાર ઓરડાઓની મરામતનું કામ શરૂ થઈ ગયું છે અને શિક્ષકોની ઘટ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કેમ કે, દર વર્ષે તારીખ 31-5 અને 31-10એ શિક્ષકો નિવૃત્ત થતા હોવાથી દર વર્ષે શિક્ષકોની ઘટ અને  ભરતીનો મુદ્દો ઉપસ્થિત થાય છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે