Nushrat Bharucha (નુસરત ભરૂચા) : ઈઝરાયેલમાં ફસાયેલી હિરોઈન ભારત સહી-સલામત પરત

2
90
Nusrat Bharucha arrives at Mumbai airport
Nusrat Bharucha arrives at Mumbai airport

Nusrat Bharucha (નુસરત ભરૂચા) :  ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, જેમાં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.  આ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે બોલિવૂડ અભિનેત્રીNusrat Bharucha (નુસરત ભરૂચા) ઈઝરાયેલમાં ફસાઈ ગઈ છે. તેની ટીમે કહ્યું હતું કે તેઓ અભિનેત્રી સાથે વાત કરી શકતા નથી. પરંતુ હવે નવી માહિતી સામે આવી છે કે નુસરત ભરૂચાનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેની ટીમે નવીનતમ માહિતી આપી છે કે Nusrat Bharucha (નુસરત ભરૂચા) હવે ભારત પરત ફરી છે. માહિતીનુસાર નુસરત ભરૂચા સહી સલામત મુંબઈ પહોચી ગઈ છે.

નુસરત ભરૂચાના PR સંચિતા ત્રિવેદીએ કહ્યું હતું કે, આખરે નુસરતનો સંપર્ક થયો છે અને દૂતાવાસની મદદથી તેને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવી રહી છે. અમને ડાયરેક્ટ ફ્લાઈટ મળી નથી તેથી તે કનેક્ટિંગ ફ્લાઈટમાં ભારત પરત આવી રહી છે. સલામતીના કારણોસર વધુ માહિતી શેર કરી શકાતી નથી, પરંતુ તેણી ભારત પહોંચતાની સાથે જ અમે તમને જાણ કરીશું. અમારી માટે એ રાહતના સમાચાર છે અને ભગવાનનો આભાર માનીએ છીએ કે તે સુરક્ષિત છે અને ભારત પરત  આવી રહી છે. 

યુદ્ધ જેવી સ્થિતિમાં નુસરત કમનસીબે ઈઝરાયેલમાં અટવાઈ ગઈ છે. નુસરત હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગઈ હતી. તે છેલ્લીવાર શનિવારે બપોરે જોવા મળી હતી. બપોરે 12.30 વાગ્યા સુધી તે સંપર્કમાં હતી. તે સમયે તે ભોંયરામાં સુરક્ષિત હતી.સુરક્ષાના કારણોસર વધુ માહિતી આપી શકાય તેમ નથી. જો કે ત્યાર બાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો.

નોંધનીય છે કે 5 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલમાં ભારતીયોએ સોલો સ્ટારર નુસરત ભરૂચાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, તેણી હાઇફા ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ત્યાં પોહચી હતી.

તમને જણાવી દઈએ કે, 7 ઓક્ટોબરના રોજ ગાઝા પટ્ટીમાં આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં ઓછામાં ઓછા 300 લોકો માર્યા ગયા હતા અને 1000થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઇઝરાયેલી સૈન્યના જણાવ્યા અનુસાર, હમાસના આતંકવાદીઓએ ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલમાં 5,000 થી વધુ રોકેટ છોડ્યા હતા અને સરહદની નજીક ઘણા ઇઝરાયેલી સૈનિકોને પણ કબજે કર્યા છે.

દેશ, દુનિયા અને મનોરંજનને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

Cricket World Cup 2023 : આખરે કેમ ક્રિકેટ વૈશ્વિક બની શકી નથી ?

Rachin Ravindra (રચિન રવિન્દ્ર) વિશે 6 ફેક્ટસ નહીં સાંભળ્યા હોય, જાણો ભારતીય મૂળના ક્રિકેટર વિશેની વિગતો

કંગના રનૌતની ‘તેજસ’ (TEJAS) નું ટ્રેલર રિલીઝ, “ભારતને છેડશો, તો છોડીશું નહિ”

‘સાલાર’ રીલિઝ થયા પેહલા જ KGF ડિરેક્ટરે Junior NTR નો પકડ્યો હાથ

અમિતાભની દોહિત્રી નવ્યા નંદાનું પેરિસ ફેશન વીક 2023થી મોડેલિંગની દુનિયામાં ડેબ્યુ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

2 COMMENTS

Comments are closed.