કડકડતી ઠંડી માટે થઇ જાઓ તૈયાર ! આ તારીખથી શરુ થશે હાડ થીજાવતી ઠંડી !  

2
157
કડકડતી ઠંડી
કડકડતી ઠંડી

શું તમે આ શિયાળામાં સ્વેટર પહેરવા નીકાળ્યું છે ? નહી ને ? મોટાભાગના લોકોએ પણ હજુ સુધી આમ જ કર્યું છે, કેમ કે હજુ જોવે તેવી કડકડતી ઠંડી  પડી રહી નથી, ડીસેમ્બર મહિનો અડધો થવા આવ્યો તો પણ હજુ જોવે તેવી ઠંડી પડી રહી નથી કેમ કે હવામાનમાં ઘણા ફેરફારો થયા છે જેને લઈને હજુ સુધી ઠંડીએ પોતાનો ચમકારો બતાવ્યો નથી, તમે જાણવા માંગો છો કે કડકડતી ઠંડી  ક્યારથી શરુ થશે તો વાંચો અમારો આ ખાસ અહેવાલ,

શિયાળો, ઉનાળો હોય કે ચોમાસું આપણા માટે સૌથી સચોટ આગાહી માટે આપને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કે હવામાન વિભાગ પાસેથી જાણતા હોય છે કે આ વખતે ઠંડી કેવી રહેશે કે કેવું રહેશે ચોમાસું? તમને જણાવી દઈએ કે આ વર્ષ શિયાળાના આગમનને લઈને સૌથી ગરમ વર્ષ રહ્યું છે અને હજુ પણ કડાકાની ઠંડી માટે આપણે થોડી રાહ જોવી પડશે, હવામાન વિભાગનું માનીએ તો છેલ્લા ૧૦૦ વર્ષ કરતા પણ આ વર્ષ ઠંડીના આગમનને લઈને વધુ ગરમ રહ્યું છે જેના પાછળ અલ નીનો,લા નીના અને વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સ કારણભૂત છે, તમને અહી અલ નીનો, લા નીનો શું હોય છે તે સમજાવી દઈએ,

શું હોય છે અલ-નીનો ?

પ્રશાંત સાગરની સપાટી સામાન્ય કરતા વધુ ગરમ થાય તેને અલનીનો કહેવામાં આવે છે,સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અને પૃથ્વીની ગોળ ફરવાની દિશાના આધારે પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં વધઘટ થયા કરે છે  જેને આપડે અલ નીનો કહીએ છીએ,

શું હોય છે લા નીના  ?

પ્રશાંત મહાસાગરની સપાટી ઠંડી પડે છે ત્યારે એ ઘટનાને લા નીના કહેવાય છે. પેસિફિક સમુદ્રની સપાટી ગરમ થાય ત્યારે અને ઠંડી થાય ત્યારે એની વિશ્વના તાપમાનમાં મોટી અસર થાય છે. અલ નીનો અને લા નીના એ સ્પેનિશ શબ્દો છે.  

 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોને કહેવાય ?

ભૂમધ્ય સાગર,કેસ્પિયન સાગર અને રેડ સી આ ત્રણેય સાગરમાંથી કોઈ પણ એક સાગરમાં હવાનું દબાણ સર્જાય તેને આપણે  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ,વરસાદ હોય કે કડકડતી ઠંડી બંનેને સર્જવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મહત્વનો ભાગ હોય છે   

 ક્યારથી શરુ થશે કડકડતી ઠંડી ?

તમે જે સવાલના જવાબ માટે રાહ જોઈ રહ્યા છો તેનો જવાબ છે ડીસેમ્બર મહિનાના અંત સુધી અને જાન્યુઆરીની શરૂઆતમાં રાજ્યમાં કડકડતી ઠંડી શરુ થઇ જશે, હવામાન વિભાગનું માનીએ તો સામાન્ય કરતા ઠંડી મોડી શરુ થવાનું કારણ અલ-નીનોની અસર છે, પરંતુ હવે ડીસેમ્બરના અંત સુધીમાં અલ-નીનોની અસર ઓછી થશે અને રાજ્યમાં કડકડતી ઠંડી શરુ થશે,

2 COMMENTS

Comments are closed.