Home Main દાદાના રાજમાં વધુ એક બ્રિજ ધરાશાઇ: પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટી પડ્યો, બે...

દાદાના રાજમાં વધુ એક બ્રિજ ધરાશાઇ: પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટી પડ્યો, બે લોકોના મોત 

0
528
ગુજરાત
ગુજરાત

બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટ્યો… ઓવરબ્રિજ નું ગડર તૂટી પડતાં ટ્રેકટર અને રીક્ષા દબાઈ… રિક્ષામાં બેઠેલ વ્યક્તિ ભાગ્યો પણ ભુપેન્દ્ર પટેલના સરકારની બેદરકારી આ વ્યક્તિને ભરખી ગઇ, રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે વધુ એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે. પાલનપુર આરટીઓ સર્કલ નજીક નિર્માણાધિન ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતા રરિક્ષા ચાલક સહિત બે લોકોના મોત મોત થયા છે, આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવરનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે. આરટીઓ સર્કલ ખાતે બની રહેલા ફ્લાયઓવરના બે ગર્ડર તૂટ્યા હતા. રાજ્યના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા બ્રિજ બની રહ્યો છે. હજી તાજેતરમાં જ મુખ્યમંત્રીએ આ મામલે તંત્રને કડક તાકીદ કરી હતી કે, ફ્લાયઓવરના નિર્માણ સમયે પુરતી ગુણવત્તા રાખવામાં આવે. છતાં મુખ્યમંત્રીની કડક ટકોર બાદ પણ અધિકારીઓએ ધ્યાન ન આપ્યુ. 

કેન્દ્ર સરકારે 123 કરોડના ખર્ચે થ્રી લેગ એલિવેટેડ રોટરી રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો, જેમાં પાલનપુરની એજન્સીને 90 કરોડના ખર્ચે બ્રીજ બનાવવાનું કામ મંજુર થયું છે. જે 18 મહિનામાં પૂર્ણ કરાશે. જે દાતા તરફ 682 મીટર લાંબુ, આબુ રોડ તરફ 700 મીટર લાંબુ, અને પાલનપુર-અમદાવાદ હાઇવે તરફ 951 મીટર લાંબા ત્રણ લેગ બનાવાશે. ગુજરાતનું પ્રથમ પિલ્લર પર થ્રીલેગ એલિવેટેડ રોટરી ડિઝાઇનનું રેલવે ઓવરબ્રિજ સ્ટ્રક્ચર તૈયાર થશે. હવામાં 18થી20 ફૂટ ઉપર કોઈપણ સર્કલ બન્યું નથી.

આવી વારંવારની બનતી ઘટનાઓ અનેક સવાલો પેદા કરે છે. શા માટે વારે વારે બને છે નિર્માણાધીન બાંધકામોનો ભાગ તૂટવાના બનાવ….?? શું કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે બને છે આવા બનાવ..?? જો બ્રિજ નિર્માણના સમયે જ ઢળી પડતા હોય તેની મજબૂતી કેટલી અને જો આવા બ્રિજ બને તો તેનું ભવિષ્ય કેટલું. આવા બ્રિજ પર વાહન વ્યવહાર ચાલુ થઈ જાય તો ગમે ત્યારે મોરબીવાળી ઘટના બની શકે છે. 

એક તરફ સરકાર રામ મંદિર બનાવવાની વાતો કરે છે. વિદેશી મહેમાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવવા બોલાવે છે. પરંતુ ગુજરાતીઓને ટકાઉ બ્રિજ આપી શક્તી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં નવા બની રહેલા બ્રિજમાં વિકાસને બદલે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. આ બ્રિજના ખરતા કાંગરા સરકારની પોલ ખોલી રહ્યાં છે. તંત્ર અને બ્રિજ કોન્ટ્રાક્ટરની મિલીભગતને ખુલ્લી પાડે છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે