જામનગરમાં ભૂદેવો સાચવી રહ્યા છે 350 વર્ષ જૂની પરંપરા અને જૂની જલાની જાર ગરબીમાં ઈશ્વર વિવાહ યોજાય છે ત્યારે જામનગર વાસીઓ આ ગરમીમાં નવરાત્રી સમયે ઉમટી પડે છે. જામનગરમાં ભૂદેવ પરંપરા પ્રમાણે વસ્ત્રમાં સજ્જ એટલેકે અબોટિયું, ઝભ્ભો, પહેરીને જલાની જાર ઈશ્વરવિવાહનો છંદ ગાઈને ગરબે રમે છે અને આ અદ્ભુત દ્રશ્ય નિહાળવા સ્થાનિકો ઉમટી પડે છે. આ પરંપરા આ વખતે પણ ભૂદેવો દ્વારા સચવાઈ છે . આ ગરબાની ખાસિયત એ છે કે માત્ર પુરુષો જ આ ગરબામાં જોડાઈ શકે છે અને નવરાત્રીમાં રાત્રે બાર વાગ્ઈયાથી ઈશ્વર વિવાહનો છંદ ગાવાથી શરુ થાય છે. અને ગરબીમાં રાસ લેવાનું શરુ થાય છે. આ પરંપરા 350 વર્ષથી અહીના ભૂદેવ સાચવી રહ્યા છે. ભૂદેવો અબોટિયામાં સજ્જ થઈને માથે તિલક કરીને ઈશ્વર વિવાહના છંદ પોતાના સ્વરમાં સામુહિક રીતે ગાય છે અને ગરબે ઘૂમે છે. રાત્રે બાર વાગ્યાથી શરુ થયેલા ઈશ્વર વિવાહ પરોઢિયે ચાર વાગ્યા સુધી ચાલે છે. જવાની જારમાં યોજાતી ગરબીમાં પુરુષોની 350 વર્ષ જૂની ગરબીમાં માતાજીની આરાધના કરવા માટે ગરબી બનાવવામાં આવી છે જે 350 વર્ષ જૂની છે અને તેને સાચવીને રાખી છે જે ચાંદીમાં મઢાવીને રાખી છે.
માતાજીનો છંદ ગાઈને જયારે ભૂદેવો ગરબા રમવાનું શરુ કટે છે ત્યારે માં જગદંબાની ભક્તિ , શક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સર્જાય છે અને આદ્યાત્મિક ઉર્જા અહી હાજર તમામ શ્રદ્ધાળુઓ અનુભવે છે. પરંપરા મુજબ ગરબીની ઉપર એક નાનો ગરબો મુકવામાં આવે છે અને જ્યોત સાથે ગરબામાં રાખવામાં આવે છે. આ ગરબાની ખાસિયત એ છેકે કોઈ પણ પ્રકારના વાજિંત્ર, લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને ઈશ્વર વિવાહના ગાયન વખતે એક સૂરમાં જયારે છંદ ગવાય છે ત્યારે જાણે સાક્ષાત માતાજી અને શિવ ઉપસ્થિત હોય તેવો અહેસાસ થતો હોય છે.
આપને જણાવી દઈએ કે ગુજરાતમાં આજે પણ શેરી ગરબાની પરંપરા સચવાઈ છે . અનેક જગ્યાએ પારંપરિક ગરબા યોજાય છે જેમાં પોરબંદરનું ભદ્રકાળી મંડળ પણ આજ રીતે કોઈ પણ પ્રકારના સાધનોનો ઉપયોગ કર્યા વિના ગરબાની રમઝટ બોલાવે છે જેમાં પારંપરિક પોષક પહેરીને માત્ર ભાઈઓ અને બાળકો જ ગરબામાં ભાગ લઈને માં જગદંબાની આરાધના કરે છે.