ગુજરાતના નવાબી કાળના આ શહેરમાં હવે મિલકત ખરીદવા કે વેચવા પરમિશન લેવી પડશે, અશાંત ધારો લાગુ કરાયો

0
61
પાલનપુર
પાલનપુર

પાલનપુર ના 35 વિસ્તારોમા અશાંત ધારો લાગુ, સરકારે જાહેરનામું બહાર પાડી અશાંત ધારો લાગુ કર્યો… સરકારે જાહેર કરેલો અશાંત ધારો 2023થી 2028 સુધી અમલમાં રહેશે .બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં હવે મિલકતો ખરીદવી કે વેચવી નહિ રહે આસન. કારણકે સરકારના મહેસુલ વિભાગે નોટિફિકેશન બહાર પાડી પાલનપુર શહેરના પૂર્વ અને પશ્ચિમ પોલીસ મથકના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી દેવાયો છે. જે 2028 એટલે કે 5 વર્ષ સુધી લાગુ રહેશે. 

જે વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હોય ત્યાં મકાન કે દુકાન વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે સાથે કોને વેચી રહ્યા છે તેની વિગતો આપવી પડશે ત્યાર બાદ જિલ્લા કલેકટરને યોગ્ય લાગે તો જ સોદો થઇ શકશે. જોકે પાલનપુરમાં અશાંત ધારો લાગુ પડતા શહેરના નાગરિકો તેમજ વેપારીઓને આ વિશે પૂછતાં તેમનું કહેવું છે કે પાલનપુરના અનેક વિસ્તારોમાં અમુક ધર્મના લોકો દુકાનો તેમજ મિલકતો લઈ લેતા બીજા ધર્મના લોકો નાછૂટકે પોતાના મકાનો અને દુકાનો વેચી દેવા મજબુર બન્યા હતા. જોકે આ ધારો ખુબજ જરૂરી હતો તેનાથી તમામ ધર્મના લોકો વચ્ચે શાંતિ જળવાશે.

ઉલ્લેખનીય છે કે, અશાંત વિસ્તારો કે જ્યાં કોમી તોફાનો કે રમખાણો થવાના કિસ્સા બનતાં હોય તેવાં વિસ્તારોમાં શાંતિ રહે તથાં કોઇ એક ચોક્કસ સમુદાયના લોકોની વસ્તી ખૂબ વધી જાય અને જનસંખ્યાવિષયક સંતુલન ખોરવાય ત્યાં વસનારાં લોકોની મિલકતની તમામ પ્રકારની તબદીલી નિયંત્રિત કરતો કાયદો. અહીં મિલકતની તબદીલી કરતાં પૂર્વે કલેક્ટરની પૂર્વમંજૂરી જરુરી છે.

અશાંત ધારો એટલે શું?
હવે તમારા મનમાં એક સવાલ ઉભો થશે કે અશાંત ધારો એટલે શું? તો આજે અમે તમને જણાવી દઈએ કે જ્યારે તમારે મકાન સહિત કોઈ મિલકત વેચવી હોય તો તેની પર એક ચોક્કસ અંકુશ લાગે છે. તમાર મિલકત વેચવા માટે પણ કલેક્ટરને જાણ કરવી પડે છે. કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે છે. એટલું જ નહીં, મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે છે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે છે. ત્યારબાદ કલેક્ટરને બધું બરાબર લાગે તો આગળ તમારી મિલકતનો સોદો કરી શકાય છે. અશાંત ધારામાં સમેવશ થતા વિસ્તારમાં મિલકત વેચવા માટે કલેક્ટરને ફરજિયાત જાણ કરવી પડે છે. જેમાં કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે. મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે. કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય. તેવા અનેક નિયંત્રણો હોય છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.