Dream Come True: શ્રીલંકા સામેના આગામી પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ ન થઈ શકવાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ 23 વર્ષીય યુવા ફાસ્ટ બોલર આકિબ નબીને પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની આ શ્રેણી આગામી 15 ઓગસ્ટથી ગૉલ ખાતે શરૂ થવા જઈ રહી છે.

Dream Come True: BCCI અને ટીમ મેનેજમેન્ટનો મોટો નિર્ણય
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ હજુ સુધી પોતાના ઘૂંટણની ઈજામાંથી બહાર આવી શક્યા નથી. ટીમ મેનેજમેન્ટ અને BCCIએ બુમરાહની લાંબી ક્રિકેટ કારકિર્દીને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવાનો નિર્ણય કર્યો છે, જેથી તેઓ ભવિષ્યની મેચો માટે સંપૂર્ણ ફિટ રહી શકે.
Dream Come True: ટેસ્ટ ટીમમાં પસંદ થનાર જમ્મુ-કાશ્મીરના પ્રથમ ક્રિકેટર
આકિબ નબી ટેસ્ટ ટીમમાં પસંદ થનાર જમ્મુ-કાશ્મીરના પ્રથમ ક્રિકેટર બન્યા છે. અગાઉ જમ્મુ-કાશ્મીરના પરવેઝ રસૂલ અને ઉમરાન મલિક પણ ભારતીય ટીમમાં રમી ચૂક્યા છે, પરંતુ તેમને માત્ર વનડે અને ટી-20 ટીમમાં જ તક મળી હતી. આ સાથે જ નબી ટીમ ઈન્ડિયામાં પસંદ થનાર જમ્મુ-કાશ્મીરના એકંદરે ત્રીજા ક્રિકેટર બની ગયા છે.
Dream Come True: છેલ્લી બે રણજી સિઝનમાં ઝડપી કુલ 104 વિકેટ
યુવા ફાસ્ટ બોલર આકિબ નબીએ રણજી ટ્રોફી 2025-26માં ખતરનાક બોલિંગ પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે માત્ર 10 મેચમાં જ 60 વિકેટ ઝડપી હતી, જેમાં સાત વખત પાંચ કે તેથી વધુ વિકેટ લેવાનો શાનદાર રેકોર્ડ સામેલ છે. જો છેલ્લા બે રણજી સત્રની વાત કરીએ તો, આકિબે કુલ 104 વિકેટ (2025-26માં 60 અને ગત સિઝનમાં 44) ઝડપી છે.
ખાસ કરીને નોકઆઉટ મુકાબલાઓમાં તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં મધ્યપ્રદેશ સામે, સેમિફાઇનલમાં બંગાળ સામે અને ફાઇનલમાં કર્ણાટક સામે નિર્ણાયક બોલિંગ કરીને તેમણે જમ્મુ-કાશ્મીરને પહેલીવાર રણજી ટ્રોફીનો ખિતાબ અપાવવામાં મોટો ફાળો આપ્યો હતો. તાજેતરમાં જ તેઓ ઈન્ડિયા-A તરફથી શ્રીલંકાના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમણે બે પ્રથમ શ્રેણીની મેચોમાં 6 વિકેટ ઝડપી હતી.
Dream Come True: શુભમન ગિલ સંભાળશે ટીમની કમાન
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમ માટે આ સિરીઝ જીતવી અત્યંત આવશ્યક છે. નોંધનીય છે કે ભારતને સાઉથ આફ્રિકા સામેની છેલ્લી ઘરઆંગણાની ટેસ્ટ સિરીઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.
શ્રીલંકા પ્રવાસે જનાર ભારતીય ટેસ્ટ ટીમની આગેવાની શુભમન ગિલ કરશે, જ્યારે કે.એલ. રાહુલ ઉપ-કપ્તાનની ભૂમિકામાં રહેશે. ટીમમાં વિકેટકીપર તરીકે રિષભ પંત અને ધ્રુવ જુરેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
સુરતમાં ખાડાએ લીધો વધુ એક યુવાનનો ભોગ