અમદાવાદ સહિત દેશ અને દુનિયાની મહત્વની ઘટનાઓ પર નજર કરીએ તો આજના દિવસના મહત્વના સમાચાર અમદાવાદથી છે . અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતે ગૃડા સેલ – 2022 ની કામગીરી અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેના ઇન્ટરવ્યુ અનિવાર્ય સંજોગોને કારણે મોકુફ રાખવામાં આવેલા છે. સમાચાર મુજબ તંત્રે આપેલી જાણકારી મુજબ નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. અમદાવાદના અન્ય એક સમાચાર જોઈએ તો અમદાવાદના શ્રેયસ સ્કૂલના શિક્ષક સામે આક્ષેપ કરવામાં આવ્યો છે . મળતી માહિતી મુજબ ધોરણ 7ની વિદ્યાર્થિની સાથે અડપલા કરતા વિવાદ થયો છે જેથી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ આ સમાચાર મળતાજ લીધી ગંભીર નોંધ લીધી અને ઘટના મામલે શાળાને ખુલાસો કરવા નોટિસ આપવામાં આવી . શાળાના શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવા DEOનો આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના વધુ એક મહત્વના સમાચાર અંતર્ગત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સફાઇ અભિયાન હેઠળ ડ્રાઇવ ઇન રોડ પરના ઇન્દ્રપ્રસ્થ ટાવરની 31 દુકાનોને સીલ મારી દીધા હતા. મ્યુનિ.ના આ પગલાંથી હોબાળો મચી ગયો હતો. આપને જણાવી દઈએ કે હાલ શહેરમાં તંત્ર દ્વારા સફાઈ અભિયાન અને રોગચાળો ન ફેલાય તે અંગે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત અમદાવાદીઓને એક પ્રશ્ન કાયમ માટે સતાવી રહ્યો છે જે છે ટ્રાફિક સમસ્યાનો વાહનચાલકોની અંધાધૂંધી છતાં ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ‘લેફ્ટ ફ્રી’ નિયમ લાગુ કર્યો તે આવકાર્ય છે પણ તેનો અમલ યોગ્ય રીતે થતો હોય તેવું જોવામાં આવતું નથી. ટ્રાફિક પોલીસ પણ આવા ઉતાવળીયા વાહનચાલકોને પકડતા નથી અને આ વાહન ચકલો બેફામ બન્યા છે. અમદાવાદનો બીજો એક બનાવ સામે આવ્યો છે . અમદાવાદમાં પાણી પીવાના બહાને લૂંટનો બનાવ બન્યો છે . વસ્ત્રાલમાં સહજાનંદ બંગ્લોમાં બે અજાણી મહિલા કાનની બુટ્ટી, 2500 રૂપિયાની રોકડ લઈને ફરાર થઇ છે.
ગુજરાતમાં નવરાત્રીની તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે ગરબા આયોજકો સમુર્ણ સજ્જ છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદની અપીલ સામે આવી છે જેમાં ગરબામાં વિધર્મીઓ ન પ્રવેશે તે માટે આયોજકોને અપીલ કરવામાં આવી છે . આયોજન સ્થળ પર ગૌમૂત્ર છાંટી, તિલક કરીને જ પ્રવેશ આપવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત ગરબાના પ્રવેશ વખતે તિલક અને ID ફરજિયાત રાખવા અપીલ તથા “ગ્રાઉન્ડમા બાઉન્સર તરીકે પણ વિધર્મી ન રાખવાની કડક સુચન કરવાંમાં આવ્યું છે.
નવરાત્રિને લઈ સરકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન આજે જાહેર કરી જે અંતર્ગત યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધતા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે . નિયમો મુજબ હવેથી “ગરબા આયોજકોએ મેડિકલ કિટ રાખવી પડશે” “દરેક ગરબા સ્થળે 108ની ટીમ રહેશે” અને કોઈ પણ ખેલૈયાઓને “લક્ષણો દેખાય તો તરત મેડિકલ ચેકઅપ માટે લઇ જવાનું સુચન કરવામાં આવ્યું છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફટાકડાના વેપારીઓએ હંગામી પરવાનગી લેવી પડશે. હંગામી ફટાકડા વેચાણનું લાયસન્સ મેળવવા માટે 9 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન અરજી ફોર્મ નંબર લેવું પડશે તે અંગે ગાંધીનગર કોર્પોરેશન તંત્રે જણાવ્યું છે .
બીજા એક મહત્વના સમાચાર પ્રમાણે મોરબીના ઝુલતા પુલનો રીપોર્ટ આવ્યો છે . મોરબી ઝુલતોપુલ દુર્ઘટના સર્જાઈ હતી તેમાં
હાઇકોર્ટમાં એસઆઇટીનો રિપોર્ટ રજૂ થયો છે રીપોર્ટ અનુસાર ઓરેવા કંપની સંપૂર્ણપણે જવાબદાર ગણવામાં આવ્યા છે . અને કહેવામાં આવ્યું છેકે
આ અકસ્માત નહીં 135 લોકોના મર્ડર.. આરોપી સામે 302 ની કલમ લગાડવા ભલામણ કરાઈ છે . રીપોર્ટ થી ઓરેવાના માલિક જયસુખ પટેલની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો