Home Main વિશ્વ હિંદુ પરિષદે અમદાવાદમાં પોતાની શૌર્ય જાગરણ યાત્રામાં કયા મુદ્દે કર્યો હુંકાર?

વિશ્વ હિંદુ પરિષદે અમદાવાદમાં પોતાની શૌર્ય જાગરણ યાત્રામાં કયા મુદ્દે કર્યો હુંકાર?

0
599
શૌર્ય જાગરણ
શૌર્ય જાગરણ

ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા VHPએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ કરી માગ. કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને કહ્યું- અમદાવાદ નામ સ્વીકાર્ય નથી. ઝડપથી નામ બદલે સરકાર. વિશ્વ હિંદુ પરિષદે અમદાવાદમાં યોજેલી શૌર્ય જાગરણ યાત્રામાં ઘણા હુંકાર કર્યા છે. લવ જેહાદ સાથે સંકળાયેલા તત્વોને વીએચપીએ ચેતવણી આપી છે. સાથે જ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની પણ માગ કરાઈ છે.

વિશ્વ હિંદુ પરિષદે ફરી હુંકાર કર્યો છે. અમદાવાદનું રિવરફ્રન્ટ પર વિશ્વ હિંદુ પરિષદની શૌર્ય જાગરણ યાત્રા નિમિત્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન તેમજ ઘણા સાધુ સંતો હાજર હતા. કાર્યક્રમમાં વીએચપી, બજરંગ દળ અને સાધુ સંતોએ અનેક મુદ્દે સ્પષ્ટ વાત કરી. જેમાંથી એક વાત હતી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની. સુરેન્દ્ર જૈને રાજ્ય સરકાર સમક્ષ આ માગ દોહરાવી છે. આ માટે તેમણે કારણો પણ રજૂ કર્યા. તેમણે અમદાવાદ નામ સામે વાંધો ઉઠાવ્યો.

સુરેન્દ્ર જૈનના શબ્દો એક રીતે સરકાર માટે અલ્ટીમેટમ સમાન હતા. જો કે સરકારના વખાણ કરીને તેમણે પોતાની આક્રમકતાને વાળી પણ લીધી. જો કે તેઓ અહીં જ ન અટક્યા. તેમણે લવ જેહાદ સાથે સંકળાયેલા તત્વોને પણ ચીમકી આપી છે. સરકારને લવજેહાદ વિરોધી કાયદાનું સખ્તાઈથી પાલન કરવાની અપીલ કરી, સાથે જ એવી એવી ચીમકી પણ આપી કે જરૂર પડશે તો વીએચપી-બજરંગ દળ કાયદો હાથમાં લેતાં પણ નહીં ખચકાય.

નવરાત્રિ હવે દૂર નથી ત્યારે સુરેન્દ્ર જૈને ગરબાના આયોજનોમાં લવ જેહાદ સામે સતર્ક રહેવાની લોકોને અપીલ કરી છે. સાથે જ તેમણે આયોજકો અને હિંદુ સંગઠનોને કેટલાંક પગલા લેવા પણ કહ્યું છે, જેમાં લોકોનાં આધાર કાર્ડ ચેક કરવા અને ખેલૈયાઓના માથા પર તિલક લગાવવા જેવા સૂચનોનો સમાવેશ થાય છે.

વીએચપીના આ કાર્યક્રમમાં એલિસબ્રિજ બેઠકથી ભાજપનાં ધારાસભ્ય અને શહેરનાં પૂર્વ મેયર અમિત શાહ પણ હાજર હતાં. વાત જ્યાં સુધી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની છે, તો આ મુદ્દે રાજકારણમાં કોઈ સક્રિયતા જણાતી નથી. આ મુદ્દો ફક્ત વીએચપીની માગ પૂરતો મર્યાદિત છે. વાત જ્યાં સુધી ગરબાના આયોજનોની છે, તો જોવું એ રહેશે કે વ્યવસ્થા વીએચપીની માગ પ્રમાણેની રહે છે કે કેમ.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે