હરિયાણા ના નાગરિકોના ઘરો ઉપરથી પસાર થતી વીજ લાઈનો દુર કરવા ૧૫૧ કરોડ ના ખર્ચ કરવામાં આવશે….હરિયાણા ના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર : વીજળી વિભાગને લઈને ફરી એક નિરાકરણ લાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે ઘરો ઉપરથી વીજ વાયરો દુર થશે અને વીજ વિભાગને આ સુચના આપવામાં આવી છે તથા તેમણે વીજળી વિભાગને કહ્યું કે ભવિષ્યમાં વીજ લાઈનો નીચે બાંધકામની મંજુરી આપવી જોઈએ. ૧૫૧ કરોડ આના માટે ફાળવામાં આવેલા છે. પહેલા પણ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર રેડક્રોસની મદદથી વિકલાંગોને સહાયક ઉપકરણો પણ આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરએ બે મિનિટ નું મૌન પાળીને ઉતરાખંડમાં થયેલા ભયકંર અકસ્માતમાં જીવ ગુમાવનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તે પછી સ્વ-સહાય જૂથોની મહિલાઓ દ્વારા ઘરેલું ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે બનાવેલિ વસ્તુઓના સ્ટોલની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી મનોહર લાલે આગળ વાત કરતા કહયું કે હરિયાણા એ રાજ્ય છે કે જ્યાં વૃદ્ધોને સૌથી વધુ પેન્શન આપે છે. ટૂંક જ સમયમાં વૃદ્ધોનું પેન્શન વધારીને ૩૦૦૦ રૂપિયા કરવામાં આવશે. હવે, રાજ્યના નાગરિકોએ ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ પેન્શન માટે આમતેમ ભટકવું નહિ પડે. પરિવાર આઇડેન્ટિટી કાર્ડ દ્વારા પેન્શન આપોઆપ થઈ જશે. જનસંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરએ સ્થળ પર તાત્લાકીલ ૨૨ લોકોના પેન્શન કાર્ડ બનાવડાવ્યા અને તેમને પોતાના હસ્તે આપ્યાં. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના સમક્ષ દિવ્યાંગ નાગરિકોએ જીલ્લાના કેટલાક ભાગમાં કેટલાક ડેપો પર ગેરરીતીઓથી નકલી રાશન કાર્ડ બનાવીને આપવામાં આવે છે તેની ફરિયાદી કહેવામાં આવતા મુખ્યમંત્રી એ તુરંત જ એન્ટી કરપ્શન બ્યુરોને આદેશ આપ્યો કે આ ફરિયાદની ચોક્કસ શોધ થાય.
મુખ્યમંત્રીએ હિસારમાં ૨ રસ્તા બનાવવાની જાહેરાત કરી. ૩૭ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર હિસારથી ખાનક રોડ અને ૮ કરોડ રૂપિયાના ખર્ચે હિસારથી બાલસમંદ રોડ બનાવવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે ૨૬ કરોડના ૧૪ રસ્તાઓ માટેના ટેન્ડરો આવી ચુક્યા છે, જેના પર ખુબજ જલ્દી કામ શરુ કરવામાં આવશે.
જુઓ કેમ કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને યાદ આવ્યા બ્રાહ્મણ ?
જોતા રહો વી.આર.લાઇવ ચેનલ અને વી આર લાઇવ ગુજરાત વેબ પોર્ટલ