Home Politics Maharastra Politics News: અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રનાં પ્રથમ મહિલા નાયબ...

Maharastra Politics News: અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રનાં પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી

0
396
Politics
Politics

 Maharastra Politics News: મહારાષ્ટ્રની રાજનીતિમાં આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. શનિવારે બપોરે 2 વાગ્યે તેમને NCP ધારાસભ્ય દળના નેતા તરીકે એકમતથી પસંદ કરવામાં આવ્યા, જ્યારે સાંજે 5 વાગે રાજભવનમાં શપથગ્રહણ સમારોહ યોજાશે.

વિધાનભવન ખાતે યોજાયેલી NCP ધારાસભ્ય દળ અને વિધાનસભા સભ્યોની બેઠકમાં દિલીપ વાલસે પાટીલ દ્વારા સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી. પાર્ટીના નેતાઓએ તેમને પૂર્ણ સમર્થન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

 Maharastra Politics News

નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા સુનેત્રા પવારે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે 28 જાન્યુઆરીએ બારામતી નજીક થયેલી વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું દુઃખદ નિધન થતાં નાયબ મુખ્યમંત્રીનું પદ ખાલી પડ્યું હતું.

 Maharastra Politics News: 13 મહિના બાદ રાજભવનમાં ફરી શપથગ્રહણ સમારોહ

 Maharastra Politics News

મહારાષ્ટ્રના રાજભવનમાં છેલ્લો શપથગ્રહણ સમારોહ 5 ડિસેમ્બર, 2024ના રોજ યોજાયો હતો, જ્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવારે શપથ લીધા હતા.
હવે 13 મહિના અને 26 દિવસ બાદ એ જ રાજભવનમાં ફરી શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે, જેમાં સુનેત્રા પવાર રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે ઈતિહાસ રચશે.

આ ઘટના માત્ર NCP માટે નહીં, પરંતુ સમગ્ર મહારાષ્ટ્રની રાજનીતિમાં મહિલાઓના નેતૃત્વ માટે મહત્વપૂર્ણ પગથિયો ગણાઈ રહી છે.

આ પણ વાંચો :Realme P4 Power Launch :સૌથી મોટી બેટરીવાળો સ્માર્ટફોન ‘રિયલમી P4 પાવર’ લોન્ચ, ફુલ ચાર્જ પર 21 કલાક ચાલશે ફોન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે