HomeDeshCyclone Murasu Triggers Severe Weather: વાવાઝોડું મુરાસુ આંધ્ર પ્રદેશથી આગળ વધ્યું: 12...

Cyclone Murasu Triggers Severe Weather: વાવાઝોડું મુરાસુ આંધ્ર પ્રદેશથી આગળ વધ્યું: 12 કલાક સુધી ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, 30 ફ્લાઇટ્સ રદ

Cyclone Murasu Triggers Severe Weather: ચક્રવાતી વાવાઝોડું મુરાસુ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાયા બાદ હવે તેલંગાણા તરફ આગળ વધી રહ્યું છે. જોકે, વાવાઝોડાનો એક ભાગ હજુ પણ આંધ્ર પ્રદેશના કિનારેથી પસાર થઈ રહ્યો હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 12 કલાક સુધી ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડું મંગળવારે સવારે લગભગ 5:30 વાગ્યે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરી ગયું હતું. સોમવારે રાત્રે લગભગ 1 વાગ્યે વાવાઝોડું કિનારે અથડાયું ત્યારે પવનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી. તેના કારણે વિજયવાડા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો અને અનેક સ્થળોએ ઝાડ તથા વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા.

Cyclone Murasu Triggers Severe Weather: 30 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ પર મુસાફરોને મુશ્કેલી

Cyclone Murasu Triggers Severe Weather

વાવાઝોડાની અસર હવાઈ સેવાઓ પર પણ જોવા મળી છે. આંધ્ર પ્રદેશનાં ત્રણ એરપોર્ટ પરથી 19 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે ચેન્નાઈ એરપોર્ટ પરથી પણ 11 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આમ કુલ 30 ફ્લાઇટ્સની સેવાઓ પ્રભાવિત થઈ છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોને એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

Cyclone Murasu Triggers Severe Weather: પાંચ રાજ્યોમાં NDRFની 37 ટીમો તહેનાત

Cyclone Murasu Triggers Severe Weather

વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને પાંચ રાજ્યોમાં NDRFની કુલ 37 ટીમો તહેનાત કરવામાં આવી છે, જેમાંથી 13 ટીમો આંધ્ર પ્રદેશમાં કામગીરી કરી રહી છે. બીજી તરફ, ઓડિશા સરકારે ગંજામ, ગજપતિ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરી જિલ્લામાંથી આશરે 1.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કેરળ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: નેપાળના એવરેસ્ટ વિસ્તારમાં બે હેલિકોપ્ટર અથડાયાં: ભારતીય પ્રવાસીનું મોત, ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડના નાગરિક સહિત 3 ઘાયલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments