Home State Gujarat Big Relief for Rajput Community: ક્ષત્રિય સમાજના આગેવાનોની મહેનત રંગ લાવી, પદ્માવત...

Big Relief for Rajput Community: ક્ષત્રિય સમાજના આગેવાનોની મહેનત રંગ લાવી, પદ્માવત ફિલ્મ વિરોધ સમયે થયેલા કેસો પરત ખેંચાયા

0
347
Rajput Community
Rajput Community

Big Relief for Rajput Community: સંજય લીલા ભણસાલીની વિવાદિત ફિલ્મ **‘પદ્માવત’**ના વિરોધ દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો પર દાખલ થયેલા કેસોમાં હવે મોટી રાહત મળી છે. ગુજરાત સરકાર દ્વારા રજૂઆત બાદ મહેસાણા જિલ્લાના મહુડી અને મહેસાણા પોલીસ સ્ટેશન હેઠળના કુલ 11 કેસો કોર્ટમાંથી પરત ખેંચવામાં આવ્યા છે. આ નિર્ણયને ક્ષત્રિય સમાજ માટે અસ્તિત્વ અને સ્વાભિમાનની લડાઈમાં મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યો છે.

Big Relief for Rajput Community:  કુલ 11 સેશન્સ કેસો પરત

Big Relief for Rajput Community

સરકારી અરજી બાદ નામદાર કોર્ટે મહેસાણા સેશન્સ કોર્ટમાં દાખલ થયેલા કુલ 11 કેસો પરત ખેંચવાની મંજૂરી આપી છે.
આમાં સમાવેશ થાય છે:

  • સેશન્સ કેસ નં. 54-2018, 36-2019, 02-2020, 06-2020, 204-2021 (5 કેસ)
  • સેશન્સ કેસ નં. 156-2018, 157-2018, 96-2019, 48-2019, 49-2020, 136-2023 (6 કેસ)

આ તમામ કેસો પદ્માવત ફિલ્મના વિરોધ સમયે નોંધાયા હતા. જોકે અમદાવાદમાં થયેલા કેસો હજુ પેન્ડિંગ છે, જે અંગેની કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે.

Big Relief for Rajput Community:  સંસ્કૃતિના અપમાન સામે આંદોલન

Big Relief for Rajput Community

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017-18 દરમિયાન સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત દ્વારા ક્ષત્રિય સંસ્કૃતિ, સંસ્કારો અને ભારતીય નારીના ચિત્રણને લઈને ભારે વિરોધ થયો હતો. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ વિરોધ કોઈ સરકાર કે વ્યક્તિ સામે નહીં પરંતુ ફિલ્મના માધ્યમથી સમાજને બદનામ કરવાના પ્રયાસ સામે હતો.

આ ઉગ્ર આંદોલન દરમિયાન કેટલાક યુવાનો આવેશમાં આવી દેખાવો કરતા પોલીસ કેસોમાં ફસાયા હતા.

 Big Relief for Rajput Community: આગેવાનોની રજૂઆત અને સરકારની ખાતરી

ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ અને ભાજપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ શ્રી રાજપૂત કરણી સેના પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેના પ્રમુખ વિજયસિંહ ચાવડા, રાજપૂત વિદ્યાસભાના અશ્વિનસિંહ સરવૈયા, કિરપાલસિંહ ચાવડા સહિત હજારથી વધુ આગેવાનો દ્વારા સરકાર સમક્ષ વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રતિનિધિમંડળે સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને તત્કાલીન કાયદામંત્રી તથા વર્તમાન ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ સાથે મુલાકાત કરી કેસો પરત ખેંચવાની માંગણી કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

 નિઃશુલ્ક વકીલોની મહત્વની ભૂમિકા

આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયામાં ક્ષત્રિય સમાજના યુવાનો માટે નિઃશુલ્ક રીતે કેસ લડનારા
એડવોકેટ મહેન્દ્રસિંહ જાડેજા (અમદાવાદ) અને
એડવોકેટ જયદેવસિંહ ચાવડા (મહેસાણા)
એ મહત્વની ભૂમિકા ભજવી હતી.

 સરકાર અને આગેવાનો પ્રત્યે આભાર

કેસો પરત ખેંચાતા ક્ષત્રિય સમાજ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ રાજપૂત કરણી સેના, મહાકાલ સેના અને સમગ્ર ગુજરાત પ્રદેશના આગેવાનો તથા કાર્યકરો પ્રત્યે પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય આરંભ, પહેલા દિવસે 1 લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે