Lok Sabha Elections 2024: કોણ છે ડો.રેખાબેન ચોધરી ?  જેમને પીઢ નેતા પરબત પટેલના સ્થાને ભાજપે આપી ટીકીટ   

0
610
Lok Sabha Elections 2024
Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024: આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે 16 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 195 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતની 15 લોકસભા બેઠકો માટે ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ યાદીમાં ભાજપે બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી ટિકિટ ફાળવવામાં આવી છે. રેખાબેન ચૌધરી પાલનપુરના રહેવાસી છે. જેઓએ એમએસસી, એમફિલ અને મેથેમેટિક્સમાં પીએચડીનો અભ્યાસ કર્યો છે. તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક પણ રહ્યા છે. રેખાબેન ચૌધરીની ઉંમર 44 વર્ષ છે.

Lok Sabha Elections 2024: ડો, રેખાબેન ચોધરીનો અભ્યાસ  

Lok Sabha Elections 2024

ડૉ. રેખાબેન ચૌધરી ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વર્ગીય ગલબાભાઇ નાનજીભાઇ પટેલના પૌત્રી છે. તેઓ મહિલા સશક્તિકરણના કાર્યોમાં સતત સક્રિય રહીને દાદાનો વારસો આગળ વધારી રહ્યા છે. રેખાબેનનો પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે.

Lok Sabha Elections 2024: ડો, રેખાબેન ચોધરીની રાજકીય સફર

ડૉ. રેખાબેન ચૌધરી અને તેમના પતિ હિતેશભાઇ ચૌધરી લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેમના પતિ હિતેશભાઇ ચૌધરી હાલ મોરબી જિલ્લાના પ્રભારી છે. આ અગાઉ તેઓ કચ્છ જિલ્લાના પ્રભારી તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. આ ઉપરાંત તેઓ બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી, યુવા મોર્ચામાં ત્રણ ટર્મ સુધી પ્રદેશ તેમજ રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવી છે.

ડૉ. હિતેશભાઇ ચૌધરી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર અને તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ તથા સિન્ડિકેટ મેમ્બર પણ રહી ચુક્યા છે. આ સાથે તેઓ વિદ્યાર્થીકાળ દરમિયાન એબીવીપીમાં સક્રિય કાર્યકર્તા પણ રહ્યા છે. આ સાથે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દ્રીતીય વર્ષ શિક્ષિત સ્વયં સેવક પણ રહી ચુક્યા છે.

ગુજરાતના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

દેશના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

યુટ્યુબ શોર્ટ્સ જોવા – અહી ક્લિક કરો