MSDhoni Garba step : બેટના જાદુગરે ગુજરાતી દાંડિયા પર હાથ અજમાવ્યો, પત્ની સાક્ષી સાથે રમ્યો ગરબે. જુઓ વિડીઓ   

0
304
MSDhoni Garba step
MSDhoni Garba step

MSDhoni Garba step :   રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા, કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે, જેમાં વિશ્વભરના સ્ટાર્સ અને ઘણી હસ્તીઓ હાજરી આપી રહી છે. એવામાં હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીના બીજા દિવસની તસવીરો અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

MSDhoni Garba step

MSDhoni Garba step  : 3 દિવસના ફંક્શનમાં અનંત-રાધિકાના પ્રી-વેડિંગના બીજા દિવસે એક સંગીત અને ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉલીવુડ સેલિબ્રિટી ગરબા કરતાં પણ જોવા મળ્યા હતા. પ્રી-વેડિંગ પાર્ટીના બીજા દિવસના ઘણા ઇનસાઈડ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. 

MSDhoni Garba step : માહીએ દાંડિયા પર હાથ અજમાવ્યો

MSDhoni Garba step  : એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન એમએસ ધોની, પત્ની સાક્ષી અને ડીજે બ્રાવો ગઈકાલે રાત્રે અંબાણીના પ્રી-વેડિંગમાં ગરબાની મજા માણી રહ્યાં છે. બીજા વીડીઓમાં જોઈ શકાય છે એક આકાશ અંબાણી માહીને ગરબા શીખવી રહ્યો છે. 

MSDhoni Garba step

MSDhoni Garba step  : અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સની હાજરી જોવા મળી હતી. આ ઉજવણીનો ભાગ બનવા માટે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા. પ્રી-વેડિંગના બીજા દિવસે શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાને એકસાથે જબરદસ્ત ડાન્સ કર્યો હતો.

ગુજરાતના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

દેશના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

યુટ્યુબ શોર્ટ્સ જોવા – અહી ક્લિક કરો