Live In Relationship: લિવ-ઇન રિલેશનશિપ ભારતીય સંસ્કૃતિ માટે ‘કલંક’- છત્તીસગઢ હાઈકોર્ટ

0
352
Live In Relationship: લિવ-ઇન રિલેશનશિપ ભારતીય સંસ્કૃતિ માટે 'કલંક': છત્તીસગઢ હાઈકોર્ટ
Live In Relationship: લિવ-ઇન રિલેશનશિપ ભારતીય સંસ્કૃતિ માટે 'કલંક': છત્તીસગઢ હાઈકોર્ટ

Live In Relationship: છત્તીસગઢ હાઈકોર્ટે લિવ ઈન રિલેશનશિપને લઈને મહત્વનો નિર્ણય સંભળાવતા કોર્ટે લિવ ઈન રિલેશનશીપને ‘કલંક’ ગણાવ્યું છે. કોર્ટે કહ્યું છે કે આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. હાઈકોર્ટે (Chhattisgarh High Court) તેની ટિપ્પણીમાં કહ્યું કે આ પશ્ચિમી દેશ દ્વારા લાવવામાં આવેલ વિચારસરણી છે, જે ભારતીય રિવાજોની સામાન્ય અપેક્ષાઓથી વિરુદ્ધ છે. છત્તીસગઢ હાઈકોર્ટે દંતેવાડા સાથે જોડાયેલા એક કેસમાં આ નિર્ણય આપ્યો છે.

Live In Relationship: લિવ-ઇન રિલેશનશિપ ભારતીય સંસ્કૃતિ માટે 'કલંક': છત્તીસગઢ હાઈકોર્ટ
Live In Relationship: લિવ-ઇન રિલેશનશિપ ભારતીય સંસ્કૃતિ માટે ‘કલંક’: છત્તીસગઢ હાઈકોર્ટ

લિવ ઇન રિલેશનશિપ પર કોર્ટની તિખી ટિપ્પણી

જસ્ટિસ ગૌતમ ભાદુરી અને સંજય એસ અગ્રવાલની ડબલ બેન્ચે લિવ-ઈન રિલેશનશિપમાંથી જન્મેલા બાળકની કસ્ટડીના મામલામાં કડક ટિપ્પણી કરી હતી. ખરેખર, પિતાએ બાળકની કસ્ટડીને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ જ કેસની સુનાવણી બાદ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

આકરી ટીપ્પણી કરતાં કોર્ટે કહ્યું હતું કે સમાજના કેટલાક વર્ગોમાં અપનાવવામાં આવેલ લિવ-ઇન રિલેશનશિપ (Live In Relationship) હજુ પણ ભારતીય સંસ્કૃતિમાં કલંક સમાન છે, કારણ કે લિવ-ઇન રિલેશનશિપ એક આયાતી ખ્યાલ છે, જે ભારતીય રિવાજની સામાન્ય અપેક્ષાઓથી વિરુદ્ધ છે.

Live In Relationship
Live In Relationship

Live In Relationship: બાળકોની દુર્દશા પ્રત્યે કોર્ટ આંખો બંધ કરી શકતી નથી

“કોર્ટ પોતાની આંખો બંધ કરી શકતી નથી” કોર્ટે કહ્યું કે વિવાહિત વ્યક્તિ માટે લિવ-ઈન રિલેશનશિપમાંથી બહાર આવવું ખૂબ જ સરળ છે. આવા કિસ્સાઓમાં, કોર્ટ આ ત્રાસદાયક લિવ-ઇન રિલેશનશિપમાંથી બચી ગયેલી વ્યક્તિ અને તે સંબંધમાંથી જન્મેલા બાળકોની દુર્દશા પ્રત્યે આંખો બંધ કરી શકતી નથી. કોર્ટે આ સંબંધને ભારતીય માન્યતાઓ વિરુદ્ધ ગણાવ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો