LSGvsSRH : આજે જે હાર્યું એને પ્લેઓફમાં જગ્યા બનાવી પડશે અઘરી, આજે તો કરો યા મરોની સ્થિતિ  

0
88
LSGvsSRH
LSGvsSRH

LSGvsSRH :  IPL 2024ની 57મી મેચમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હારનાર ટીમ માટે પ્લેઓફનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી બંને ટીમોની સ્થિતિ સમાન છે. તફાવત માત્ર નેટ રન રેટનો છે. આવી સ્થિતિમાં બંને ટીમો માટે હાર મોંઘી સાબિત થઈ શકે છે.

LSGvsSRH

LSGvsSRH : સનરાઈઝર્સ હૈદરાબાદે તેના બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનમાંથી બહાર આવીને બુધવારે લખનૌ સુપરજાયન્ટ્સ સામેની આઈપીએલ મેચમાં જીત નોંધાવીને પ્લેઓફ માટેનો તેમનો દાવો મજબૂત કરવા પર ધ્યાન આપશે. બંને ટીમોના 11 મેચમાં 12 પોઈન્ટ છે. સનરાઇઝર્સનો નેટ રન રેટ (માઇનસ 0.065) લખનૌ (માઇનસ 0.371) કરતા સારો છે. પોઈન્ટ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (16), રાજસ્થાન રોયલ્સ (16) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (12) તેની ઉપર છે. સનરાઇઝર્સ અને લખનૌ વચ્ચે જે પણ જીતશે તે પ્લેઓફની રેસમાં એક પગલું આગળ રહેશે.

LSGvsSRH : છેલ્લી ત્રણ મેચમાં હાર

LSGvsSRH

LSGvsSRH : પેટ કમિન્સની કેપ્ટનશીપવાળી ટીમમાં પ્રતિભાની કોઈ કમી નથી પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં તેનું વિજય અભિયાન અટકી ગયું છે. સનરાઇઝર્સને છેલ્લી ચારમાંથી ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે કારણ કે તેના આક્રમક બેટ્સમેનો નિષ્ફળ રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની છેલ્લી મેચમાં મોટો સ્કોર ન બનાવી શકવાના કારણે સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

LSGvsSRH : છેલ્લી મેચમાં હેડ સિવાય કોઈ બેટ્સમેન રમ્યો ન હતો

LSGvsSRH : ટ્રેવિસ હેડ સિવાય બાકીના બેટ્સમેનો છેલ્લી કેટલીક મેચોમાં ખરાબ ફોર્મમાં રહ્યા છે. યુવા અભિષેક શર્મા છેલ્લી ચાર મેચમાં 30 રનથી આગળ વધી શક્યો નથી. સનરાઇઝર્સના મુખ્ય કોચ ડેનિયલ વેટ્ટોરીએ સ્વીકાર્યું હતું કે દરેક વખતે જવાબદારી ફક્ત ઓપનરો પર છોડી શકાય નહીં, મિડલ ઓર્ડરે પણ કમાન સંભાળવી પડશે. હેનરિક ક્લાસેન સતત રમવામાં નિષ્ફળ રહ્યો છે અને નીતિશ કુમાર રેડ્ડીએ પણ મેંચમાં સારો દેખાવ કર્યો છે.

LSGvsSRH

ટી નટરાજને સારી બોલિંગ કરી રહ્યો છે જ્યારે અનુભવી ભુવનેશ્વર કુમારે પણ પોતાની લય શોધી કાઢી છે. બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્સે એકાના સ્ટેડિયમમાં કોલકાતા સામે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને પ્રથમ વખત 200થી વધુ રન આપ્યા બાદ 137 રનમાં આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન કેએલ રાહુલ નિષ્ફળ રહ્યો હતો જ્યારે માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરન પણ મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા.

LSGvsSRH : મયંક યાદવની કમી ભારે પડી રહી છે

LSGvsSRH : આ IPLમાં આયુષ બદોનીનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે અને તે પોતાની ઉપયોગીતા સાબિત કરવા માંગશે. બોલિંગમાં ફાસ્ટ બોલર મયંક યાદવ આઈપીએલમાંથી બહાર છે જ્યારે ડાબોડી ફાસ્ટ બોલર મોહસીન ખાન પણ ઈજાગ્રસ્ત છે. આ જવાબદારી અફઘાનિસ્તાનના ઝડપી બોલર નવીન ઉલ હક, યુવા યશ ઠાકુર, સ્ટોઈનિસ અને સ્પિનર્સ કૃણાલ પંડ્યા અને રવિ બિશ્નોઈ પર રહેશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.