HomeUncategorizedઅવમાનનાના કેસમાં લલિત મોદીને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત

અવમાનનાના કેસમાં લલિત મોદીને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત

લલિત મોદીને અવમાન કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે લલિત મોદી વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી બંધ કરી દીધી છે. બિનશરતી માફી માંગ્યા બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી બંધ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભવિષ્યમાં લલિત મોદી એવી કોઈ પ્રવૃત્તિ નહીં કરે જેનાથી ન્યાયતંત્રની છબી ખરાબ થાય. લલિત મોદીએ ગયા મંગળવારે બિનશરતી માફી માંગી હતી. 13 એપ્રિલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમણે સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્રની છબીને કલંકિત કરનાર ટ્વિટ માટે માફી માંગતી ટ્વિટ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments