KSHATRIY SANKALAN SAMITI : ક્ષત્રીય આંદોલન પાર્ટ-3ની જાહેરાત, ક્ષત્રિયોની આવી હશે હવે રણનીતિ  !!

0
283
KSHATRIY SANKALAN SAMITI
KSHATRIY SANKALAN SAMITI

KSHATRIY SANKALAN SAMITI : ગુજરાતમાં લાંબા સમયથી ચાલી રહેલા રૂપાલા વિવાદ વચ્ચે સંકલન સમિતિએ પાર્ટ-3ની શરૂઆત કરી દીધી છે, ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિના મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજાએ સોશિયલ મીડિયા પર મોટી જાહેરાત કરી છે. હવેથી કોઈ ચૂંટણી સભાઓ, રેલીઓ તથા સમેલનો જેવા કાર્યક્રમ સ્થળોએ વિરોધ ન કરવા અપીલ કરી છે. અને હવે માત્ર બુથ મજબુત કરવા આહ્વાન કર્યું છે.

KSHATRIY SANKALAN SAMITI

KSHATRIY SANKALAN SAMITI :  આમતો ભાજપ પોતાના બુથ મેનેજમેન્ટના કારણે જ દરેક ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરે છે, ત્યારે કોંગ્રેસ સમજે કે ના સમજે પણ ક્ષત્રીય સમાજે આ સારી રીતે સમજી લીધું છે, અને જયારે એક  દિવસ બાદ ગુજરાતમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે આવવાના છે, તે પહેલા જ ક્ષત્રિય સમાજે આંદોલનની રણનીતિ બદલી દીધી છે, રાજ્યમાં થઇ રહેલા ઠેર ઠેર વિરોધના વંટોળ વચ્ચે આજે સંકલન સમિતિએ રાજપૂતોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિના મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજાએ સોશિયલ મીડિયા પર મોટી જાહેરાત કરી છે. હવેથી કોઈ ચૂંટણી સભાઓ, રેલીઓ તથા સમેલનો જેવા કાર્યક્રમ સ્થળોએ વિરોધ ન કરવા અપીલ કરી છે.

KSHATRIY SANKALAN SAMITI

KSHATRIY SANKALAN SAMITI : ચૂંટણીને હવે એક અઠવાડિયું માંડ બાકી રહ્યું છે, અને પીએમ મોદી પણ આવવાના છે, તે પહેલા જ ક્ષત્રિયોએ પોતાની રણનીતિ બદલી આગામી સપ્તાહમાં અંદોલનને કોઈ ડેમેજ ના કરી જાય તે ધ્યાનમાં રાખી ક્ષત્રિયો હવે ભાજપના કાર્યક્રમોમાં વિરોધ નહિ કરી માત્ર હવે બુથ મેનેજમેન્ટ પર ધ્યાન રાખવાની તૈયારી કરી દીધી છે.

 KSHATRIY SANKALAN SAMITI : શું કહ્યું સંકલન સમિતિએ ?

KSHATRIY SANKALAN SAMITI

KSHATRIY SANKALAN SAMITI :  ગુજરાત રાજ્યના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલન છેલ્લા ઘણા દિવસથી ખૂબ જ શાંતિપૂર્વક અને સ્વયં શિસ્ત સાથે ચાલી રહ્યું છે જેની નોંધ દેશભરમાં લેવાય છે આપણું નારી શક્તિના સ્વાભિમાન માટેનો આંદોલન અહિંસક અને કોઈપણ પ્રકારના સંઘર્ષ કે ઘર્ષણ વગર મત એજ શસ્ત્ર ના ધ્યેય સાથે લોકશાહી ઢબે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતાના દર્શન સાથે ખૂબ શિસ્ત પૂર્વક આગળ વધી રહ્યું છે. પાર્ટ-2 નીતિ મુજબ બીજેપી વિરોધી મતદાનની નીતિ યથાવત છે અને બોયકોટ બીજેપી સાથે આપણે શાંતિપૂર્વક લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા આદોલન ચાલુ રહેશે અને ભાજપ વિરોધી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે આહવાન કરીએ છીએ અને બુથ મેનેજમેન્ટને વધુમાં મજબૂત કરીને મતદાન કરી એ મુજબની રણનીતિ યથાવત રહેશે.

KSHATRIY SANKALAN SAMITI :  સંકલન સમિતિના આગેવાનોના અભિપ્રાય તથા કોર કમિટીમાં થયેલ ચર્ચા – વિચારણા મુજબ હાલમાં ભારત દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તે માટે સભા તેમજ રેલીઓ ચાલુ રહેશે આવા સમયે ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનના ધ્યેયને ભટકાવવા, અવળા પાટે ચડાવવા અને શાંતિ ડહોળવા કોઈ કૃત્ય કરશે કે કોઈ હિત શત્રુઓ રાજકીય હિત ધરાવતા વ્યક્તિઓ પોતાનો કોઈ બદઈરાદો પાર પાડવા માટે કંઈક કાંકરીયાળો કરે એવી ભીતિ સેવાય રહી છે ત્યારે વડાપ્રધાનથી લઈને સામાન્ય જન સુધી કોઈનો પણ વિરોધ કરવાનો નથી તેમજ તેઓની સુરક્ષા જોખમાય કે ખામી ઊભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારેય પણ વિચારે નહીં.

KSHATRIY SANKALAN SAMITI

માટે ક્ષત્રિય સમાજને વિનંતી છે કે હવે કોઈ ચૂંટણી સભાઓ, રેલીઓ તથા સંમેલનો જેવા કાર્યક્રમ સ્થળોએ વિરોધથી દૂર રહી આપણું ક્ષત્રિય અસ્મિતા સમેલન લોકશાહી ઢબે ચાલુ રાખીને મતદાનના દિવસે 100% મતદાન આપણા ધ્યેય અનુસાર દરેક ગામ, શહેર, તાલુકા, જિલ્લા લેવલના બૂથ સુધી કરાવીએ અને શાંતિ અને ધૈર્યપૂર્વકની જવાબદારીના કામમાં ધ્યાન કેન્દ્રિત કરીને સર્વ ક્ષત્રિય સમાજની સંસ્કારીતા અને શિસ્તના દર્શન કરાવીએ તેવી સૌને વિનંતી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.