BSNL Free WiFi : Airtel, Jio અને Vodafoneની ચિંતા વધી; સરકાર ઘરોમાં લગાવવા લાવી છે WiFi સર્વિસ, આજે જ ઓનલાઈન અરજી કરો

0
89
BSNL Free WiFi Bharat Fiber and Air Fiber
BSNL Free WiFi Bharat Fiber and Air Fiber

BSNL Free WiFi Bharat Fiber and Air Fiber : એરટેલ, જિયો અને વોડાફોન-આઇડિયા (Airtel, Jio, Vodafone-Idea) ટેલિકોમ માર્કેટમાં એકતરફી શાસન ધરાવે છે. પરંતુ સમયાંતરે પરિસ્થિતિ પણ બદલાતી રહે છે. આજે અમે સરકારી કંપની BSNLની કેટલીક નવી ઑફર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ જાણીને તમે પણ ચોંકી જશો. વાસ્તવમાં આ ઑફર્સ બ્રોડબેન્ડને લઈને આપવામાં આવી રહી છે. કારણ કે હવે તમે ફ્રીમાં WiFi કનેક્શન મેળવી શકો છો.

BSNL Free WiFi – આખું વર્ષ ચાલુ રહેશે સ્કીમ

BSNL દ્વારા નવા યુઝર્સને એક નવી ઓફર આપવામાં આવી રહી છે. હવે નવા યુઝર્સે WiFi કનેક્શન લેવા માટે કોઈ ઈન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે નહીં. એટલે કે ઇન્સ્ટોલેશન સંપૂર્ણપણે મફત આપવામાં આવી રહ્યું છે. આ ઓફર કંપની દ્વારા ગયા વર્ષે જ આપવામાં આવી રહી હતી, પરંતુ તે 31 માર્ચ સુધીમાં સમાપ્ત થવાની હતી. આવી સ્થિતિમાં BSNL દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને ઓફરને આખા વર્ષ માટે લંબાવવામાં આવી છે.

કોઈ ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે નહીં

જો તમે પણ નવું સેટઅપ ઇન્સ્ટોલ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે ફક્ત પ્લાન માટે ચૂકવણી કરવી પડશે. એટલે કે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાની જરૂર નથી. તેનો અર્થ એ કે તમારે કેબલ અને સાધનો માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ કંપની દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે અને તે પણ તેના યુઝર્સને બિલકુલ ફ્રી.

BSNL Free WiFi – BharatFiber અને AirFiber

BSNL Free WiFi Bharat Fiber and Air Fiber
BSNL Free WiFi Bharat Fiber and Air Fiber

BSNL Free WiFi દ્વારા BharatFiber  અને AirFiber  સેવાઓ આપવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે બંને કંપની દ્વારા બિલકુલ ફ્રી આપવામાં આવી રહી છે. જો તમે પણ નવું કનેક્શન લેવા માંગતા હોવ તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ માટે તમારે કંપનીની ઓફિશિયલ સાઇટ પર જવું પડશે. અહી તમને એક નવું કનેક્શન ઓફર કરવામાં આવશે. આ માટે લોગીન કરવું જરૂરી છે. અહીં તમારે ઘરની સંપૂર્ણ વિગતો દાખલ કર્યા પછી અરજી સબમિટ કરવાની રહેશે. આ તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ રહ્યો છે.  

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.