KSHATRIY ANDOLAN PART-2  : આંદોલન પાર્ટ-2 ની જાહેરાત, જાણો ક્ષત્રિયો કેવી રીતે હરાવશે રૂપાલાને ?   

0
366
KSHATRIY ANDOLAN PART-2
KSHATRIY ANDOLAN PART-2

KSHATRIY ANDOLAN PART-2  : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માગ કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતાં હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે. આજે 19મી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજપૂત સંકલન સમિતિ અને તેની સાથે રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી છે.

KSHATRIY ANDOLAN PART-2

KSHATRIY ANDOLAN PART-2  : આજે લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનની શરુઆત થઈ ગઈ છે. તો બીજી તરફ રાજ્યમાં બીજેપી ઉમેદવાર રુપાલા સામે ક્ષત્રિયોનો રોષ યથાવત છે. આજે અમદાવાદ ખાતે રાજપૂત સંસ્થાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજ 2 કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. જે બાદ સંકલન સમિતિની પ્રેસ કોંન્ફરન્સ યોજાઈ હતી.

KSHATRIY ANDOLAN PART-2

KSHATRIY ANDOLAN PART-2  : કરણસિંહ ચાવડાએ આગળની રણનીતિ જણાવી

શાસક પક્ષને અપાયેલ અલ્ટીમેટમનો સમય પૂર્ણ થયો છે. અલ્ટીમેટમ મુજબ રૂપાલાની ઉમેદવારી પાછી ન ખેંચાઈ. આજથી રાજપૂત સમાજ ઓપરેશન ભાજપ શરૂ કરશે. 120 સંસ્થાના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા છે.

KSHATRIY ANDOLAN PART-2

KSHATRIY ANDOLAN PART-2   : ક્ષત્રિયોની નવી રણનીતિ

  • 1 ) તમામ જીલ્લામાં રોજ 21 મહિલાઓ એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે
  • ૨ ) કાળા વાવટાની જગ્યાએ કેસરી ધ્વજા દ્વારા વિરોધ કરશે
  • ૩)  ક્ષત્રિયો પાંચ ઝોનમાં પાંચ ધર્મરથ કાઢશે.
    4 ) વિરોધ માટે યુવાનોની કમિટિ બનાવાશે.
  • 5 ) ક્ષત્રિય સમાજે આપ્યું નવું સૂત્ર, મત એ જ શસ્ત્ર
KSHATRIY ANDOLAN PART-2

ક્ષત્રિય સમાજે તમામ બેઠકો પર વિરોધ કરવાની જાહેરાત કરી છે. રાજકોટ બેઠક પર વિરોધ કરવા માટે ખાસ કમિટી બનાવી છે. રૂપાલાને હરાવવાનો ક્ષત્રિય સમાજે દાવો કર્યો છે. આ ઉપરાંત ક્ષત્રિય સમાજે નવું સૂત્ર આપ્યું છે. મત એ જ શસ્ત્ર. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા પર ક્ષત્રિય સમાજ વધુ આક્રમક રીતે કાર્યક્રમો આપશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેંદ્રનગરમાં પરિણામલક્ષી વિરોધની જાહેરાત કરવામાં આવી છે. લોકશાહીના ઢબે શાંતિથી વિરોધ કરાશે. બોયકોટ ભાજપ, મત એ જ શસ્ત્રનો નારો આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો