HomeBreaking NewsKLRahul : હાર બાદ લખનૌ ટીમના માલિકે કેપ્ટન કે.એલ.રાહુલને આપ્યો જાહેરમાં ઠપકો,...

KLRahul : હાર બાદ લખનૌ ટીમના માલિકે કેપ્ટન કે.એલ.રાહુલને આપ્યો જાહેરમાં ઠપકો, વિડિયોમાં કે.એલ.રાહુલ જોવા મળી રહ્યો છે એકદમ લાચાર    

KLRahul : લખનઊ સુપર જાયન્ટ્સના માલિક sanjiv Goenkaનો ટીમના કેપ્ટન KL Rahul સાથેનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, વિડીયો સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઊ સુપર જાયન્ટ્સની ipl-2024ની 57મી મેચ પછીનો છે. આ મેચમાં લખનૌને  હૈદરાબાદના હાથે દસ વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ટીમના માલિક મેચ બાદ કેપ્ટન કે એલ રાહુલને ઠપકો આપતા જોવા મળે છે.

KLRahul

KLRahul : વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો તેને શરમજનક ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો ટીમના માલિકોને ખેલાડીઓ સાથે આવું વર્તન ન કરવાની સલાહ પણ આપી રહ્યા છે. કેટલાક ચાહકોએ કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરુખ ખાનને યાદ કર્યો હતો, જે હંમેશા તેની ટીમનું મનોબળ વધારતો જોવા મળે છે.


KLRahul : શું છે વીડિયોમાં ?

KLRahul : વીડિયોમાં જોઈ શકાય છે કે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમના માલિક સંજીવ ગોએન્કા ટીમના સુકાની કે એલ રાહુલને મેચમાં હાર બાદ ખૂબ જ ખરાબ રીતે વઢી રહ્યા હતા અને રાહુલ તેમની સામે સંપૂર્ણપણે અસ્વસ્થ અને લાચાર દેખાઈ રહ્યો હતો.

KLRahul

KLRahul : આ વાયરલ વીડિયોને જોઈને રાહુલના ફેન ખૂબ જ ગુસ્સામાં આવી ગયા છે,  અને તેઓ સોશિયલ મીડિયા પર  કમેન્ટ પણ કરી રહ્યા છે, મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતાં લખનઉ સુપર જાયન્ટ્સે માત્ર 165 રન બનાવ્યા હતા. તેમની શરૂઆત તો સારી રહી હતી પરંતુ ટીમ માત્ર 165 રન જ બનાવી શકી હતી. કેપ્ટન કે એલ રાહુલે ૩૩ બોલમાં માત્ર 29 રન બનાવ્યા હતા. આના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 62 બોલ બાકી રહેતા કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 165 રન કરી દીધા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments