KKR vs SRH : IPLમાં આજે ડબલ હેડર મેચ, IPL ઈતિહાસના 2 સૌથી મોંઘા ખેલાડીઓ વચ્ચેની ટક્કર  

0
79
KKR vs SRH
KKR vs SRH

KKR vs SRH  : IPL 2024નો બીજો દિવસ ડબલ હેડર ડે છે. 23 માર્ચે બે મેચ રમાશે. પ્રથમ મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે જયારે  બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. KKR અને હૈદરાબાદ વચ્ચેની મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.

KKR vs SRH

KKR vs SRH  : બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં આજે એટલે કે શનિવારે ઘરઆંગણે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે તેની પ્રથમ મેચ રમશે. આ મેચમાં IPL ઈતિહાસના બે સૌથી મોંઘા ખેલાડીઓ વચ્ચે મુકાબલો થશે. બંને ટીમો IPL 2024માં પોતાના અભિયાનની જીતની શરૂઆત કરવા માંગે છે. IPL ઈતિહાસના બે સૌથી મોંઘા ખેલાડીઓ – KKRના મિચેલ સ્ટાર્ક (રૂ. 24.75 કરોડ) અને હૈદરાબાદના પેટ કમિન્સ (રૂ. 20.50 કરોડ) એકબીજા સામે મેદાનમાં ઉતરશે.

KKR vs SRH

KKR vs SRH  : આ મેચમાં તમામની નજર શ્રેયસ અય્યર પર ટકેલી છે. ઐય્યર ઈજાના કારણે ગત સિઝનમાં રમી શક્યો ન હતો, પરંતુ આ વખતે તે KKRને આગળથી લીડ કરતો જોવા મળશે. અય્યરે હાલમાં જ રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમીને પોતાની ફિટનેસ સાબિત કરી છે અને હવે તે ટીમની કેપ્ટનશીપ કરવા માટે તૈયાર છે.

KKR vs SRH પિચ રિપોર્ટ

KKR અને SRH વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. આ મેદાન પર ઘણી મોટી મેચો જોવા મળી છે કારણ કે અહીં ખૂબ જ રનનો વરસાદ થાય છે. આ KKRનું હોમ ગ્રાઉન્ડ છે અને તેથી યજમાન ટીમ અહીંની પરિસ્થિતિનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માંગે છે. ઈડન ગાર્ડન્સમાં 200 થી વધુ સ્કોરનો પીછો કરતા પણ ટીમને જીત મળી છે. તેથી અહીં બોલરો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

KKR vs SRH

બેટ્સમેનોને ઝડપી આઉટફિલ્ડની મદદ મળી શકે છે. ગૌતમ ગંભીરની કેકેઆરમાં મેન્ટર તરીકે વાપસી થવાથી ટીમ મજબૂત બની છે. જોકે, ટીમની બીજી તાકાત તેની સ્પિન બોલિંગ છે. આવી સ્થિતિમાં હૈદરાબાદ સામેની આ મેચમાં કોલકાતાની ટીમ સ્પિનરો પર મોટો દાવ રમી શકે છે. મુજીબ ઉર રહેમાનનું આગમન કેકેઆરના સ્પિન વિભાગને વધુ મજબૂત બનાવશે.

KKR vs SRH  : કોલકાતામાં હવામાનની સ્થિતિ

કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચના દિવસે હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે. મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી, તેથી દર્શકોને કોઈપણ અવરોધ વિના સમગ્ર 40 ઓવરની રમતનો આનંદ માણવાની તક મળશે. મેચ સમયે સાંજે તાપમાન 8 ટકાથી વધુ ભેજ સાથે 27 ડિગ્રીની આસપાસ રહેશે.

IPL ના લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો