Home Videsh King Charles’ Witty Rebuttal: ‘અમે ના હોત તો તમે ફ્રેન્ચ બોલતા હોત’...

King Charles’ Witty Rebuttal: ‘અમે ના હોત તો તમે ફ્રેન્ચ બોલતા હોત’ કિંગ ચાર્લ્સે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની ફિરકી લીધી!

0
261
King Charles' Witty Rebuttal
King Charles' Witty Rebuttal

King Charles’ Witty Rebuttal: વ્હાઇટ હાઉસમાં આયોજિત એક ભવ્ય ડિનર દરમિયાન બ્રિટિશ મહારાજા કિંગ ચાર્લ્સ તૃતીયે પોતાની આગવી સૂઝબૂઝ અને રમૂજ શૈલીથી સૌના દિલ જીતી લીધા હતા. ઈરાન યુદ્ધ અને સંરક્ષણ ખર્ચ જેવા ગંભીર મુદ્દાઓ વચ્ચે કિંગ ચાર્લ્સે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મજેદાર રીતે ફિરકી લેતા ઈતિહાસનો પાઠ ભણાવ્યો હતો.

King Charles' Witty Rebuttal

King Charles’ Witty Rebuttal: ‘જર્મન’ વિરુદ્ધ ‘ફ્રેન્ચ’ ભાષાનો કટાક્ષ

ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ યુરોપિયન દેશો પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, જો અમેરિકાએ મદદ ના કરી હોત તો યુરોપના દેશો આજે જર્મન ભાષા બોલતા હોત. આ નિવેદનનો વળતો જવાબ આપતા કિંગ ચાર્લ્સે હસતા હસતા કહ્યું:

“મિસ્ટર પ્રેસિડેન્ટ, જો અમે (બ્રિટિશરો) ન હોત, તો તમે આજે કદાચ ફ્રેન્ચ બોલતા હોત!”

આ સાંભળીને આખું હોલ હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું. કિંગ ચાર્લ્સનો ઈશારો અમેરિકાની આઝાદી પહેલાના બ્રિટન અને ફ્રાન્સ વચ્ચેના વર્ચસ્વના જંગ તરફ હતો.

King Charles’ Witty Rebuttal: વ્હાઇટ હાઉસ સળગાવવાની ઘટના પર જોક

કિંગ ચાર્લ્સે 1814ના ઇતિહાસને યાદ કરતા પણ મજાક કરી હતી. તે સમયે બ્રિટિશ સૈનિકોએ વ્હાઇટ હાઉસને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બ્રિટિશરોએ એક સમયે વ્હાઇટ હાઉસના ‘રિયલ એસ્ટેટ રીડેવલપમેન્ટ’નો પ્રયાસ કર્યો હતો! વધુમાં તેમણે ‘બોસ્ટન ટી પાર્ટી’નો ઉલ્લેખ કરીને આજની સાંજને તેના કરતા ઘણી સુખદ ગણાવી હતી.

King Charles’ Witty Rebuttal: ટ્રમ્પનો વળતો જવાબ અને મજબૂત સંબંધોનો સંદેશ

ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મજાકને ખેલદિલીથી સ્વીકારી હતી. તેમણે રમૂજમાં સ્વીકાર્યું કે કિંગ ચાર્લ્સ જે રીતે ડેમોક્રેટ્સને પણ પોતાની રિસ્પેક્ટમાં ઉભા કરી શક્યા, તેવું કામ તેઓ પોતે ક્યારેય કરી શક્યા નથી.

અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે કિંગ ચાર્લ્સે બંને દેશોના ખાસ સંબંધો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ભલે ભૂતકાળમાં વિવાદો રહ્યા હોય, પરંતુ આજે યુકે અને યુએસ વચ્ચેનું જોડાણ માનવ ઇતિહાસનું સૌથી મહત્વનું જોડાણ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

નોઈડાના GIP મોલ વોટર પાર્કમાં માતમ ‘વેવ પુલ’માં ન્હાતા 21 વર્ષના યુવકનું મોત, મેનેજમેન્ટ પર ઉઠ્યા સવાલો!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે