ખાલિસ્તાની સમર્થકોની મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને ધમકી

0
61
cy5nq0vq

ખાલિસ્તાની સમર્થક ગ્રુપ શીખ ફોર જસ્ટીસની ધમકી

સીએમ બિસ્વા ખાલિસ્તાન અને અમૃતપાલ મુદ્દાથી દૂર રહે : SFJ

ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુ તરફથી આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે. ગુરપતવંત સિંહ પન્નુના સંગઠન શીખ ફોર જસ્ટિસના લોકોએ સીએમ બિસ્વાને ખાલિસ્તાન અને અમૃતપાલ મુદ્દાથી દૂર રહેવાની ચેતવણી આપી છે. SFJએ કહ્યું છે કે, “ખાલિસ્તાન સમર્થકોની લડાઈ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે. આથી આસામના સીએમએ આ મામલામાં પડીને હિંસાનો શિકાર બનવાનું ટાળવું જોઈએ. જો આસામ સરકાર પંજાબથી આસામ લઈ જવામાં આવેલા અમૃતપાલના સમર્થકો પર અત્યાચાર કરવાનું વિચારી રહી છે તો તેના માટે હિમંતા બિસ્વા સરમા જવાબદાર હશે.”