HomeAhmedabadકથિત મહાઠગ કિરણ પટેલની પત્નીની કાશ્મીર પોલીસ કરી શકે છે ધરપકડ

કથિત મહાઠગ કિરણ પટેલની પત્નીની કાશ્મીર પોલીસ કરી શકે છે ધરપકડ

કથિત મહાઠગ કિરણ પટેલને જ્યારથી કાશ્મીર પોલીસે પકડ્યો છે,ત્યારથી અનેક ખુલાસાઓ થયા છે, બીજેપીના અનેક નેતાઓની સંડોવણી પણ હોવાની ચર્ચા છે, કિરણ પટેલ હાલ કાશ્મીરની જેલમાં છે, ત્યારે રાજ્યના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો બંગલો રિનોવેશનના નામે પચાવી પાડવાના ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરી હતી. જે બાદ તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે હવે માલિની પટેલ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી શકે છે. જમ્મુ-કાશ્મીર પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે માલિની પટેલની ધરપકડ કરી શકે છે. કિરણ પટેલ સાથે માલિની પટેલ પણ કાશ્મીર ગઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments