સુરતના મેયરે શ્વાનોની કરી બદનક્ષી ! કહ્યુ ડાયાબિટીસના કારણે કરડી રહ્યા છે શ્વાનો !

0
40

શ્વાનોને કરડવા અને ડાયાબિટીસને કોઇ લેવા દેવા નથી-પશુ તબીબ

સુરતમાં શ્વાન કરડવાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા એક પછી એક બાળકો અને પુખ્ત વયના નાગરિકોને શ્વાન કરડવાના કિસ્સાઓ રોજ રોજ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું છે કે કુતરાઓમાં બધા ડાયાબિટીસના કેસને કારણે કુતરા કરડવાના કિસ્સાઓ વધી રહ્યા છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પશુ ડોક્ટરની બેઠક કરીને શ્વાનના હુમલાની વધતી ઘટના અંગે વાત કરવામાં આવી હતી જેમાં ડોક્ટરે જણાવ્યું છે કે કુતરામાં ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું છે. આ સિવાય ઘણા કારણો જાણવા મળ્યા કે જેને કારણે તે બાળકો પર હુમલા કરે છે તે ખરેખર દુઃખ દ વાત છે.તમને જણાવી દઇએ કે સુરત મહાનગરપાલિકા રસીકરણ અને ખસીકરણની કામગીરી કરવાની વાતો કરી રહી છે. પરંતુ આ વચ્ચે છેલ્લા 40 દિવસમાં ત્રણ લોકોના ભોગ લેવાયા છે. અને આજે પણ સુરતના અલથાણમાં એક પાંચ વર્ષીય બાળકીને શ્વાને બચકું ભરતા તે ઇજાગ્રસ્ત થઈ હતી. તમને જણાવી દઇએ કે ખાસ કરીને ડોગ્સ અને પશુઓના ડોક્ટર્સે જણાવ્યુ છે કે શ્વાનોને કરડવા અને ડાયાબિટીસને કોઇ લેવા દેવા નથી