HomeDeshકપિલ સિબ્બલે બ્રિજ ભૂષણ સિંહ પર કર્યા પ્રહાર

કપિલ સિબ્બલે બ્રિજ ભૂષણ સિંહ પર કર્યા પ્રહાર

ભારતીય રેસલિંગ ફેડરેશનના વડા બ્રિજ ભૂષણ સિંહ પરનો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે બ્રિજ ભૂષણની ટિપ્પણી પર ઝાટકણી કાઢી છે. બ્રિજ ભૂષણે કહ્યું હતું કે જો તેમની સામે એક પણ આરોપ સાબિત થશે તો તેઓ પોતે ફાંસી લગાવી લેશે.કપિલ સિબ્બલે આ અંગે નિશાન સાધ્યું છે. બ્રિજ ભૂષણના નિવેદનના એક દિવસ પછી, કપિલ સિબ્બલે  વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે તમામ રેસલર તેમના બાળકો જેવા છે. તે તેમના બાળકોને દોષ આપશે નહીં કારણ કે તેઓએ લોહી અને પરસેવો વહાવ્યો છે. કપિલ સિબ્બલ કુસ્તીબાજો વતી સુપ્રીમ કોર્ટમાં કેસ લડી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments