બલુચ સમુદાયે લંડનમાં પાકિસ્તાનના પરમાણું હથિયારો સામે વિરોધ દર્શાવ્યો

0
58

ફ્રી બલુચિસ્તાન મુવમેન્ટના કાર્યકર્તાઓએ શોક વ્યક્ત કર્યો

ફ્રી બલુચિસ્તાન કાર્યકર્તાઓ અને બલુચ સમુદાયના સભ્યોએ લંડનમાં આશ્રોખ -બલુચિસ્તાનમાં શોક દિવસ અંતર્ગત એકઠા થયા અને પાકિસ્તાનના પરમાણું હથિયારો સામે વિરોધ દર્શાવ્યો. વર્ષ ૧૯૯૮માં બલીચીસ્તાન વિસ્તારમાં પાકિસ્તાને પરમનું પરીક્ષણ કર્યા હતા. આ પરીક્ષણથી ગંભીર પરિણામ આવ્યા હતા. જેમ કે ઉત્સર્જીત રેડીયેશનને કારણે ચામડીના રોગનો ફેલાવો અને ક્રોનિક રોગોથી પીડાતી નવી પેઢી .

અહી ઉલ્લેખનીય છેકે આ પરીક્ષણોનો વિરોધ બલુચ સમુદાય દ્વારા તે સમયે પણ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં બલુચિસ્તાનના લોકો પોતાની આઝાદીની માંગણી કરી રહ્યા છે. આ સમુદાય ની પોતાના વિસ્તારને લઈને અલગ અલગ માંગણીઓ વર્ષો છે અને દુનિયાભરમાં ફેલાયેલા બલોચ સમુદાયના લોકો સતત પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત સિંધ પ્રાંત ના લોકો પણ પાકિસ્તાનથી અલગ થવાની માંગ સતત કરી રહ્યા છે.

વર્તમાન સંજોગોમાં પાકિસ્તાનની આર્થીક સ્થિતિ જોતા બે રીજ્ગરી, મોંઘવારી અને ભૂખમરો અહીની પ્રજા મોટા પ્રમાણમાં સામનો સારી રહી છે. આંતરવિગ્રહ અને સ્થાનિક રાજનીતિ અને સૈન્યનો પ્રભાવ ચરમ સીમાએ પહોંચ્યો છે અને સતત દેવાના ડુંગરમાં ફસાયેલો દેશ ક્યારે પાયમાલ થશે તે સમય બતાવશે પરંતુ હાલના સંજોગોમાં પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે જેમાં ખાસ કરીને લઘુમતી સમુદાય એટલેકે હિંદુઓ , બલુચ અને સિંધી પ્રાંત ના લોકો

વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ