રાજ્યના ૧૧ સંશોધકને સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડથી સન્માનિત કરશે કલાતીર્થ

0
402
રાજ્યના ૧૧ સંશોધકને સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડથી સન્માનિત કરશે કલાતીર્થ
રાજ્યના ૧૧ સંશોધકને સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડથી સન્માનિત કરશે કલાતીર્થ

રાજ્યના ૧૧ સંશોધકને સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગુજરાતની સંસ્કૃતિ , કળા વરસો, ઐતિહાસિક સ્મારકોની જાળવણી , જન જાગૃતિ વિગેરે પર કામ કરનાર સંશોધકોને આ સન્માન મળશે. ભારતીય ક્લા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતું ‘ક્લાનીર્થ’ અને તેના દ્વારા ઈતિહાસ- પુરાતત્ત્વ, કલા-સંસ્કૃતિ અને પ્રવાસના સંદર્ભમાં સંશોધન કરતા સંશોધકો રાજ્ય ક્લાના સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજ્યના અગિયાર સંશોધનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્લાતીર્થના અધ્યક્ષ રમણીક ઝાપડિયા દ્વારા સુરત ખાતે આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ અવોર્ડ મેળવનારા રાજ્યના સંશોધકોમાં ઈતિહાસવિદ્ અને સંસ્કૃતિ મર્મજ્ઞ ડો. ઉમિયાશંકરભાઈ અજાણી, લોકસાહિત્ય સંવર્ધક અને લેખક, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી ઈતિહાસક્ષ અને અભ્યાસુ લેખક, પૂર્વ ક્યૂરેટર દિલીપભાઈ વૈદ્ય, લોક્સાહિત્યના કર્મી ડો,દિનેશભાઈ જોશી ઈતિહાસકાર, લેખક નરેશભાઈ અંતાણી, લેખક અને સંશોધક સંજયભાઈ ઠાકર, લેખક દલપતભાઈ દાણીધારિયા, લા સંસ્કૃતિના અભ્યાસુ લેખક પ્રમોદભાઈ જેઠી, હેરિટેજ ટૂરિઝમના પ્રોત્સાહક, ગુજરાતના ઈતિહાસ લેખક ડો. નિસર્ગભાઈ આહીર તથા રાજ્યના અતૂલ્ય વારસાના સંવર્ધક કપિલભાઇ ઠાકરને આ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.આ સંશોધકોને આ એવોર્ડમાં સન્માનપત્ર, શાલ તથા શેઠ તલકશી પાલણ વિસરિયા પુરસ્કૃત ૧૧,૦૦૦ની રોકડ રાશિ અર્પણ કરવામાં આવશે. આગામી નવેમ્બરની ૨૦મી તારીખે ભુજમાં રાજ્યના વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ અને કોમર્સ કોલેજના સભાખંડમાં યોજનારા એક ભવ્ય સમારંભમાં સંશોધકોને આ એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવશે.

કલાતીર્થની જાહેરાત : નવેમ્બરમાં ભુજમાં થશે કાર્યક્રમ

સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ અવસરે કલાતીર્થ  દ્વારા પ્રકાશિત કરાયેલા સંજય ઠાકરના ‘કચ્છ ધરાની વિસ્તૃત વિરાસત- સેલારવાવ-સ્થાપત્ય તથા ડો. નિસર્ગ આહીરનાં પુસ્તક મોતી ભરત-સૌરાષ્ટ્ર-કચ્છનો વિસ્તૃત કલાવારસો’નું વિમોચન પણ કરાશે એવું ઝાપડિયાએ જણાવ્યું હતું. સમારંભને સફળ બનાવવા સ્થાનિક સમિતિના સભ્યો પંજ ઝાલા, પૂજા કશ્યપ, મનન ઠક્કર, જાગૃતિ વકીલ, નવીન સોની, જાગૃતિ ઠક્કર સક્રિય રહ્યા છે. આપને જણાવી દઈએ કે ગુજરાતનો કલા વારસો, આપની ઐતિહાસિક વારસો અને  સંસ્કૃતિ સંવર્ધન અને ગુજરાતના કલાકારોને હમેશા પ્રોત્સાહન માટે પ્રયત્નશીલ એવી સંસ્થા કલાતીર્થ હમેશા ચિત્રકારો અને ગુજરાતના ખૂણે ખૂણે વસતા કળા જ્ઞાન પિપાસુઓને કલાગ્રંથ વિનામૂલ્યે પહોંચાડવાનું અકલ્પનીય કામ કરી રહી છે. આ ઉપરાંત ગુજરાતના વારસાને ઉજાગર કરવો, તેવી સાચવણી, અને આ અદ્ભુત વારસા પ્રત્યે સભાનતા આવે તે માટે ચિત્રકારોના માધ્યમથી હેરીટેજ સ્થળો પર કલા સર્જન કરાવું અને પ્રોત્સાહન પણ અપાઈ રહ્યું છે .