હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે કહેર મચાવ્યો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર શિમલા પહોંચ્યા
પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી
જે.પી. નડ્ડાએ હિમાચલમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી હિમાચલ પ્રદેશમાં રાજ્યમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે.ત્યારે પૂરના કારણે થયેલી તબાહીની સમીક્ષા કરવા માટે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે શિમલાના આનંદલે હેલિપેડ પહોંચ્યા હતા તેમના પ્રવાસ દરમિયાન, બંને બીજેપી નેતાઓ ભારે વરસાદથી સર્જાયેલી આપત્તિથી પ્રભાવિત સિરમૌર, શિમલા અને બિલાસપુર જિલ્લાની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો..જે.પી. નડ્ડાએ પૂરગ્રસ્ત વિસ્તારમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા પણ કરી હતી
હિમાચલમાં હવામાનનો કહેર
5 દિવસમાં 78ના મોત
આગામી 72 કલાક વધુ મુશ્કેલ
હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 78 લોકોના મોત થયા છે. તે જ સમયે, હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 21, 22 અને 23 ઓગસ્ટે ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં હજુ પણ ઓછામાં ઓછા 3 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. હાલ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે ઓપરેશન ચલાવી રહી છે. જાણકારી અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે માત્ર શિમલામાં જ ત્રણ અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું છે. આખા રાજ્યમાં રવિવાર રાતથી વરસાદમાં અત્યાર સુધીમાં 78 લોકોના મોત થયા છે, જેમાં માત્ર શિમલામાં 24 લોકોના મોત થયા છે. અહીં શિવ મંદિર, ફાગલી અને કૃષ્ણ નગરમાં લેન્ડ સ્લાઈડ થઈ છે. જેમાં શિવ મંદિરમાં જ 17, ફાગલીમાં 4 અને કૃષ્ણનગરમાં 2 લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં NDRF, SDRF, પોલીસ અને હોમગાર્ડની ટીમો સ્થળ પર તૈનાત છે, જેની મદદથી ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે ગંભીર સ્થિતિમાં ફસાયેલા 2 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તે જ સમયે, શિવ મંદિરમાં ભૂસ્ખલનના કાટમાળ નીચે હજુ પણ ઓછામાં ઓછા 3 લોકો દટાયા હોવાની આશંકા છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ