પોર્ટ્રેટ, સ્ટીલ લાઈફ, કલર સ્કેચનું અનોખું ચિત્ર પ્રદર્શન વડોદરામાં યોજાયું

1
94
પોર્ટ્રેટ, સ્ટીલ લાઈફ, કલર સ્કેચનું અનોખું ચિત્ર પ્રદર્શન વડોદરામાં યોજાયું
પોર્ટ્રેટ, સ્ટીલ લાઈફ, કલર સ્કેચનું અનોખું ચિત્ર પ્રદર્શન વડોદરામાં યોજાયું

વડોદરાના આર્ટિસ્ટ અને ગુજરાતનું ગૌરવ રાજેન્દ્ર પી. દિન્ડોરકર દ્વારા વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશન હબ બિલ્ડિંગના બીજા માળે વેદિકા આર્ટ ગેલેરીમાં ઓઇલ પેસ્ટલ અને કલર પેન્સિલ દ્વારા તૈયાર થયેલ આ ચિત્ર પ્રદર્શન યોજ્યું છે તેમણે જણાવ્યું કે આ માધ્યમથી બનેલા 50 જેટલા ચિત્રો એક જ છત નીચે પહેલી વખત જ ચિત્ર પ્રદર્શિત થયેલા છે. આ માધ્યમથી ખૂબ જ ઓછા કલાકારો પેઇન્ટિંગ કરતા હોય છે  હું મારા આર્ટ ક્લાસમાં બધા જ માધ્યમ વિદ્યાર્થીઓને શીખવાડતો હોઉં છું જેમાં આ માધ્યમથી થતા પેઇન્ટિંગનુ એક અલગ જ મહત્વ છે એનું ટેક્સચર ખૂબ જ પ્રભાવિત કરતું હોય છે જેથી ટિન્ટેડ પેપર ઉપર થતા આ ચિત્રો લોકોને ખૂબ જ ગમતા હોય છે .. આ માધ્યમ થી કરાતા પેઇન્ટિંગ્સમાં સુધારા કરવા માટેના ખૂબ જ ઓછા ચાન્સીસ હોય છે.

WhatsApp Image 2023 08 19 at 09.22.46

ચિત્ર પ્રદર્શનમાં 15 જેટલા કલા વિદ્યાર્થીઓ દ્વારા 52 જેટલા પેઈન્ટિંગ રજૂ થયેલા છે જેમાં  રિયાલિસ્ટિક થી કન્ટેમ્પરરી સુધીના પેન્ટિંગમાં પોર્ટ્રેટ, સ્ટીલ લાઈફ, કલર સ્કેચ, કમ્પોજીશન્સ, પોર્ટ્રેટ, ફિગરેટીવ તથા મિક્સ મીડિયા સાથે ડિસ્પ્લે થયેલા ચિત્રો લોકોને ખુબ પસંદ પડશે તેવી ખાત્રી છે ખાસ કરીને આ ચિત્ર પ્રદર્શન કલા વિદ્યાર્થીઓએ જોવા જોઈએ જેથી તેઓ આ માધ્યમનું મહત્વ સમજી તેમના ચિત્રોમાં તેઓ તે મુજબ ઉપયોગ કરી શકે. ઓઇલ પેસ્ટલ અને કલર પેન્સિલ ખાસ કરીને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વધારે વપરાશ કરતા જોવા મળે છે પરંતુ એનાથી ખૂબ જ સારા પેઇન્ટિંગ બનતા હોય છે તેનો ખ્યાલ બહુ જ ઓછા જણને છે અથવા એમ કહેવાય છે કે તેનાથી માહિતગાર નથી જે આ પ્રદર્શનમાં જોવા મળે.

WhatsApp Image 2023 08 19 at 09.22.43

આ માધ્યમ જે એક સ્ટીક ફૉમમાં જ રચાય છે જેમાં (પિગમેન્ટ) રંગદ્રવ્યનો સમાવેશ થાય છે જે બાઈન્ડર મિશ્રણને સૂકવતા ન હોય તેવા તેલ અને મીણ સાથે મિશ્રિત કરવામાં આવે છે, અન્ય પેસ્ટલ લાકડીઓ કે જે ગમ અથવા મિથાઈલ સેલ્યુલોઝ બાઈન્ડર સાથે બનાવવામાં આવે છે અને તેનાથી વિપરીત વેક્સ ક્રેયોન્સ જે તેલ વિના વગર બનાવવામાં આવે છે.તો આ ચિત્ર પ્રદર્શન કલા વિદ્યાર્થીઓ અને કલર રસિકો એ ખાસ જોવા હું અપીલ કરું છું.

1 COMMENT

Comments are closed.