HomeSuratJewellery Shop Theft in Surat: સુરતમાં સાસુ-વહુની અનોખી ચોરી, ગ્રાહક બની આવેલા...

Jewellery Shop Theft in Surat: સુરતમાં સાસુ-વહુની અનોખી ચોરી, ગ્રાહક બની આવેલા ઠગ દંપતીએ જ્વેલર્સની દુકાનમાંથી 2 લાખની ચાંદીની ઝાંઝરી ઉડાવી

Jewellery Shop Theft in Surat: સુરતના અમરોલી વિસ્તારમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગ્રાહક બનીને આવેલા સાસુ-વહુની જોડીએ દુકાનદારની નજર ચૂકવીને લાખો રૂપિયાની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Jewellery Shop Theft in Surat

Jewellery Shop Theft in Surat: ઘટનાની વિગતવાર માહિતી:

અમરોલીના માનસરોવર સર્કલ પાસે આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં સતનામ જ્વેલર્સ’ નામની દુકાન આવેલી છે. આ દુકાન છાપરાભાઠા વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વેપારી ઠાકોરભાઈ જીવાભાઈ પારેખની છે. ઘટનાના દિવસે ઠાકોરભાઈનો પુત્ર માર્કેટમાં કામ અર્થે ગયો હતો, અને દુકાન પર કોઈ અન્ય વ્યક્તિ ન હતી.

બપોરે આશરે 2:00 વાગ્યાના સુમારે આશરે 40 થી 45 વર્ષની એક મહિલા ચાંદીની ઝાંઝરી ખરીદવાના બહાને દુકાનમાં આવી હતી. તેના થોડા સમય બાદ, આશરે 60 થી 65 વર્ષની અન્ય એક વૃદ્ધ મહિલા પણ દુકાનમાં આવી પહોંચી હતી અને તેણે પોતાની જાતને પહેલી મહિલાની સાસુ હોવાનું જણાવ્યું હતું.

Jewellery Shop Theft in Surat

Jewellery Shop Theft in Surat: નજર ચૂકવીને ચણીયામાં છુપાવી ઝાંઝરી:

બંને સાસુ-વહુએ વેપારીના પુત્રને વિવિધ ડિઝાઇનની ઝાંઝરી બતાવવાનું કહીને વાતોમાં ભોળવી દીધો હતો. ઝાંઝરીના માપ અને વજનની માથાકૂટમાં પુત્રનું ધ્યાન ભટકાવતા જ વહુએ હાથ ચાલાકી વાપરીને ઝાંઝરી સાસુને આપી દીધી હતી, અને સાસુએ પોતાની પહેરેલી મોટી ચણીયા (ઘાઘરા)નીડીઝાઇનની અંદર 11 જોડી ચાંદીની ઝાંઝરી છુપાવી દીધી હતી. ત્યારબાદ બંને મહિલાઓ કંઈપણ ખરીદ્યા વગર દુકાનમાંથી રફુચક્કર થઈ ગઈ હતી.

Jewellery Shop Theft in Surat

Jewellery Shop Theft in Surat: CCTV ફુટેજથી ફૂટ્યો ભાંડો:

વેપારીનો પુત્ર દુકાન પર પરત આવ્યા બાદ જ્યારે સ્ટોક ચકાસ્યો, ત્યારે કુલ 900 ગ્રામ વજન ધરાવતી અને અંદાજે ₹2 લાખની કિંમતની ચાંદીની 11 જોડી ઝાંઝરી ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.

શંકા જતા વેપારીએ દુકાનના CCTV ફુટેજ તપાસ્યા હતા. ફૂટેજ ચેક કરતા જ સાસુ-વહુની કરતૂત સામે આવી ગઈ હતી અને તેઓ સ્પષ્ટપણે ચોરી કરતા નજરે પડ્યા હતા.

Jewellery Shop Theft in Surat: પોલીસ કાર્યવાહી:

ઘટના અંગે વેપારી ઠાકોરભાઈ પારેખ દ્વારા તુરંત જ અમરોલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે CCTV ફુટેજના આધારે ગ્રાહક બનીને આવેલા બંને મહિલા ચોરો સામે ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છે. સુરત શહેરમાં દિવસે ને દિવસે વધી રહેલી આવી અનોખી ચોરીની ઘટનાઓએ વેપારીઓમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

NDPS કેસમાં વચગાળાના જામીન પરથી ફરાર આરોપી અમરોલી પોલીસના હાથે ઝડપાયો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments