Jeram patel : મોરબી નજીક નકલી ટોલનાકાનો મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો, ત્યારે આજે ફરી એક વખત આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. નકલી ટોલનાકાની ઘટનામાં કડવા પાટીદાર સમાજ અગ્રણી જેરામ પટેલના પુત્રનું નામ સામે આવ્યું છે ત્યારે આ મામલો સામે આવતા જ કડવા પાટીદારના કેટલાક યુવા અગ્રણીઓ Jeram patel ના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ જ માંગ સાથે આજે રાજકોટમાં કડવા પાટીદાર સમાજના યુવાનોની બેઠક મળી હતી. જેમાં જેરામ પટેલના રાજીનામાંનો તખ્તો તૈયાર થઇ ગયો છે.
Jeram patel નું રાજીનામું નક્કી

આજે રાજકોટમાં કડવા પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી, બેઠકમાં કડવા પાટીદાર સમાજની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો સિદસરના પ્રમુખ જેરામ પટેલનો રહ્યો હતો. કડવા પાટીદાર સમાજના યુવાગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે, Jeram patel ના પુત્રનું નામ વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં બહાર આવતા સમાજની વ્યાપક બદનામી થઈ છે. પાટીદાર સમાજ યુવા અગ્રણી મનોજ પનારાએ કહ્યું હતું કે, તાત્કાલિક જેરામ પટેલે રાજીનામું આપી દેવું જોઈએ. જો તે રાજીનામું ન આપે તો અમે અલગ-અલગ રણનીતિ બનાવીને તેમની પાસેથી રાજીનામું લેવડાવશું.
સિદસર ઉમિયા ધામના પ્રમુખ Jeram patel આપશે રાજીનામું!
ત્યારે સિદસર ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલ રાજીનામું આપે તેવી ચર્ચા છે. 6 જાન્યુઆરીએ સિદસર ઉમિયા ધામ પ્રમુખની બેઠકમાં ઠરાવ પ્રસાર થઇ શકે છે. Jeram patel સહિત 4 ટ્રસ્ટીઓની મુદ્દત વય મર્યાદાને કારણે પૂર્ણ થાય છે. સિદસરમાં 75 વર્ષીય વય મર્યાદાને કારણે પદ પર ન રહેવાનો ઠરાવ છે. જેરામ પટેલની 6 મહિના પછી જૂનમાં 75 વર્ષની વય મર્યાદા પૂર્ણ થાય છે. જેરામ પટેલ વય મર્યાદા જ છે કે પછી નકલી ટોલનાકું જવાબદાર છે તેના વિશે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યાં છે.

મોરબીમાંથી ઝડપાયુ હતું નકલી ટોલનાકું
નોંધનીય છે કે મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકું ચાલતું હોવાનો પર્દાફાશ થયો હતો. વાહન ચાલકોને આ ટેક્સ મોંઘો પડતો હોવાથી પાસે જ બાયપાસ બનાવીને બંધ વ્હાઇટ હાઉસ સિરામિક ફેક્ટરીને ભાડે રાખીને નકલી ટોલનાકું ઊભું કરી નાખવામાં આવ્યું હતું જેમાં ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100 અને મોટા ટ્રકના 200 રૂપિયા વસૂલવામાં આવતા હતા.

વઘાસિયા ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા સિરામિક યુનિટના માલિકોને નોટિસ મોકલવામાં આવી હતી. સમગ્ર ઘટના સામે આવ્યા પછી પોલીસે સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ Jeram patel ના દીકરા અમરશી પટેલ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.
તમે આ પણ વાંચી શકો છો