ayodhya : અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાને એક મહિના થી પણ ઓછો સમય બાકી છે. દરેકના મનમાં ઉત્સુકતા છે કે ભગવાન રામની મૂર્તિ કેવી હશે? કેવું બન્યું છે મંદિર? વિશેષતા શું છે? ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા બાંધકામની નવી તસવીરો જાહેર કરી છે. ટ્રસ્ટે રવિવારે ચાર નવી તસવીરો બહાર પાડી હતી. આ તસવીરો રવિવારે સવારે ક્લિક કરવામાં આવી હતી.
ayodhya : રામનગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અભિષેકની તારીખ બહુ દૂર નથી. 22 જાન્યુઆરીએ ભગવાન રામ એ જ જગ્યાએ બિરાજમાન થશે જ્યાં ભક્તો તેમના દર્શન માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. રામ મંદિરના નિર્માણનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેની કોતરણી અને અદભૂત આર્કિટેક્ચરે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. હવે ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે મંદિરના પેવેલિયનનું કામ પૂર્ણ થઈ ગયું છે.
ayodhya : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ઉત્સવનો દિવસ રહેશે. પીએમ મોદી ઉપરાંત દેશના ખૂણે ખૂણેથી આમંત્રિત હસ્તીઓ અયોધ્યા આવશે. આ મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે. મંદિરનો સિંહ દરવાજો તૈયાર થઇ ચુક્યો છે. મંદિરના બીજા તબક્કા માટે રાજસ્થાનની બંસી હિલ્સમાંથી કોતરવામાં આવેલા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં લગભગ 8000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ayodhya : ત્રણ મૂર્તિમાંથી એક મૂર્તિની થશે પસંદગી
રિટેનિંગ વોલ ઉપરાંત મંદિરની ફરતે દિવાલ બનાવવામાં આવી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંદિરનું અંતિમ કાર્ય પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત ભગવાન રામની ત્રણ મૂર્તિઓનું નિર્માણ કાર્ય પણ પૂર્ણ થઈ ગયું છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું છે કે મંદિર નિર્માણના પ્રથમ તબક્કાનું કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. સામાન્ય ભક્તો 22 જાન્યુઆરીએ મંદિરમાં દર્શન કરી શકશે નહીં. 23 જાન્યુઆરીથી ભક્તોને મંદિરમાં દર્શન કરવાની છૂટ આપવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે રામલલ્લાની 5.5 ફૂટની ત્રણ મૂર્તિઓ બનાવામાં આવી એક શ્યામ રંગની, બીજો ઘાટા કાળા શાલિગ્રામ પથ્થરની અને ત્રીજી સફેદ પથ્થરની. મંદિર ટ્રસ્ટ 29 ડિસેમ્બરે આમાંથી એક મૂર્તિ અંગે નિર્ણય લેશે. તેની પ્રાણ-પ્રતિષ્ઠા થશે.
ayodhya: ગર્ભગૃહમાંથી બહાર આવતાની સાથે જ સામે ગણપતિ અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત થશે. મંદિરની સામે ગરુડજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી રહી છે. મંદિરના બીજા માળે પ્રાણ-પ્રતિષ્ઠા થશે. અહીં રામ દરબાર પણ બનાવવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામ, માતા જાનકી, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ હશે.
તમે આ પણ વાંચી શકો છો
ayodhya : 11 જાન્યુઆરીથી અમદાવાદથી સીધા અયોધ્યા ફ્લાઈટ , બુકિંગ શરુ