Kiwi Team in Ahmedabad: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા T-20 વર્લ્ડ કપના ફાઈનલ જંગ માટે રણશિંગુ ફૂંકાઈ ગયું છે. સાઉથ આફ્રિકાને સેમીફાઈનલમાં પરાસ્ત કરી ફાઈનલની ટિકિટ મેળવનાર ન્યૂઝીલેન્ડની ટીમ આજે બપોરે ૩ વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી.
Kiwi Team in Ahmedabad:હોટલમાં પારંપરિક ગુજરાતી સ્વાગત


ન્યૂઝીલેન્ડની ટીમ એરપોર્ટથી સીધી જ એસ.જી. હાઈવે પર આવેલી હોટલ ITC નર્મદા પહોંચી હતી. અહીં કેપ્ટન કેન વિલિયમ્સન સહિતના ખેલાડીઓનું ‘પાઘડી’ પહેરાવીને અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલ મેનેજમેન્ટ દ્વારા ખેલાડીઓના રૂમમાં તેમના ફોટા સાથેની સ્પેશિયલ મીઠાઈઓ અને ગુજરાતી વાનગીઓ પીરસીને આતિથ્ય સત્કાર કરવામાં આવ્યો હતો.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે નેટ પ્રેક્ટિસ

ફાઈનલ મેચ પહેલા કીવી ટીમ આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ શરૂ કરશે. ટીમની વ્યૂહરચના અને પ્રેક્ટિસ સેશન પર અત્યારે સમગ્ર વિશ્વની નજર છે. સેમીફાઈનલમાં શાનદાર ફોર્મ બતાવ્યા બાદ હવે ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત T-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવા માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે.
Kiwi Team in Ahmedabad: સુરક્ષાના કડક બંદોબસ્ત
ટીમના આગમનને પગલે એરપોર્ટ અને હોટલ ITC નર્મદાની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. અમદાવાદ પોલીસ અને હોટલની સિક્યુરિટી ટીમ ખેલાડીઓની તમામ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી છે. આગામી દિવસોમાં યોજાનારા મીડિયા ઇન્ટરેક્શન અને પ્રેક્ટિસ સેશનથી ફાઈનલનો માહોલ વધુ ગરમાશે.




