JAPAN TSUNAMI: પ્રથમ દિવસે એટલે કે જાન્યુઆરી 1 ના રોજ, જાપાનના ઇશિકાવામાં 7.4 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો. આ ભૂકંપ બાદ જાપાનમાં સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો છે.
જ્યારે પણ સમુદ્ર તટ પર ધરતીકંપ આવે છે, જ્વાળામુખી ફાટી નીકળે છે અથવા ભૂસ્ખલન થાય છે, ત્યારે તે સમુદ્રમાં જોરદાર હિલચાલનું કારણ બને છે. આ હિલચાલને કારણે પાણીનું કૉલમ હલી જાય છે અને તેના કંપનથી તરંગો ઉત્પન્ન થવા લાગે છે.

વર્ષના પ્રથમ દિવસે એટલે કે જાન્યુઆરી 1 ના રોજ, જાપાનના ઇશિકાવામાં 7.4 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો. આ ભૂકંપ બાદ જાપાનમાં સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો છે. પ્રાથમિક સમાચાર અનુસાર, જાપાનમાં 45 સેમીની સુનામી લહેર ગેંગવોન પ્રાંતના મુખોના પૂર્વ કાંઠા સુધી પહોંચી ચુકી છે. તે જ સમયે, દક્ષિણ કોરિયાની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે આ મોજા વધુ ઉંચા થઈ શકે છે. હવે સવાલ એ થાય છે કે ભૂકંપ પછી સુનામી કેમ આવે છે?
સુનામી કેવી રીતે આવે છે?
જ્યારે પણ દરિયાના તળીયે ધરતીકંપ આવે છે, જ્વાળામુખી ફાટી નીકળે છે અથવા ભૂસ્ખલન થાય છે, ત્યારે તે સમુદ્રમાં જોરદાર હિલચાલનું કારણ બને છે. આ હિલચાલને કારણે પાણીનું કૉલમ ખસવા લાગે છે અને તેના કંપનથી તરંગો ઉત્પન્ન થવા લાગે છે. ઘણી વખત આ તરંગો 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્પન્ન થાય છે અને કિનારાઓ સાથે અથડાય છે. જો ધરતીકંપ વધુ દમદાર હોય તો આ તરંગો વધુ શક્તિશાળી બને છે અને કાંઠે આવેલી તમામ વસ્તુઓને ઝપેટમાં લઈ લે છે.
સમુદ્રની નીચે ભૂકંપ કેવી રીતે આવે છે?
તેને આ રીતે સમજો કે પૃથ્વીનું ઉપરનું પડ બે ભાગમાં છે અને એકબીજા સાથે જોડાયેલું છે. જ્યારે તેની અંદર પૃથ્વી અનેક સ્તરોથી બનેલી છે. જો કે, જ્યારે પૃથ્વીની બાહ્ય સપાટી પર હાજર ટેક્ટોનિક પ્લેટ્સ સમુદ્રના તળની નીચે એકબીજા સાથે અથડાય છે, ત્યારે આ હિલચાલ ભૂકંપનું કારણ બને છે. પછી આ ધરતીકંપ દરિયાના પાણીને કિનારા તરફ ધકેલે છે, જેના કારણે મોજાઓ ઉછળે છે જે પાછળથી સુનામીનું સ્વરૂપ લઈ લે છે.
ભારત પણ એલર્ટ પર
જાપાનમાં આવેલા ભૂકંપ બાદ સુનામી (JAPAN TSUNAMI) નો ખતરો ભારત સુધી લંબાયો છે. કેન્દ્ર સરકારે ભારતના પૂર્વ કાંઠે સુનામીની શક્યતા ધરાવતા વિસ્તારોની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં પુરી, કાકીનાડા, માછલીપટ્ટનમ, નિઝામપટ્ટનમ-વેતાપલમ, ચેન્નાઈ, કુડ્ડલોર-પુડુચેરી, રામેશ્વરમ, અલપ્પુઝા-ચાવારા અને કોચીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં અત્યાર સુધીના સૌથી ઝડપી સુનામીની લહેરો 17.30 મીટર ઊંચી હતી. આ સુનામી 26 ડિસેમ્બર 2004ના રોજ આવી હતી, જેની સૌથી વધુ અસર ચેન્નાઈમાં જોવા મળી હતી. તે સમયે ભારતમાં મૃત્યુઆંક 18,000 આસપાસ હતો. સુનામીની લહેરો કેટલી ભયંકર હોય છે. અને અત્યારસુધીમાં આવેલા સુનામીની લહેરો કેટલી ભયંકર હતી તેનો અંદાજો આ નીચે અટેચ કરેલા વીડિયોથી તમે લગાવી શકો છો.
જાપાનમાં સુનામી (JAPAN TSUNAMI) ના મોજા ઉછળવા લાગ્યા
જાપાનમાં સ્થાનિક સમય અનુસાર સાંજે 4:21 વાગ્યે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. આ પછી, તોયામા પ્રીફેક્ચરમાં સાંજે 80 સેમીના મોજા દરિયાકાંઠે અથડાયા અને પછી 4:36 વાગ્યે મોજા નિગાતા પ્રીફેક્ચરમાં પહોંચ્યા. અગાઉ 28 ડિસેમ્બરે પણ જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જાપાનના કુરિલ ટાપુઓમાં આવેલા ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, અડધા કલાકની અંદર અહીં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા.
રેલવે સ્ટેશન પર ઉભેલી બુલેટ ટ્રેન ધ્રૂજવા લાગી
જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ઈશિકાવા પ્રીફેક્ચરના રેલવે સ્ટેશન પર ઉભી રહેલી બુલેટ ટ્રેન ઝડપથી ધ્રૂજવા લાગી. આ ઘટના સાથે સંબંધિત વીડિયો રશિયન ન્યૂઝ RT દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્ટેશન પર ઉભી રહેલી ટ્રેન ધ્રૂજી રહી છે.
JAPAN TSUNAMI : જાપાનમાં ઘરોમાં વીજળી કાપ
જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપ બાદ હોકુરીકુ ઈલેક્ટ્રોનિક પાવર કંપનીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું કે ભૂકંપ બાદ 36,000થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ.ત્યારબાદ હાલમાં પાવર પ્લાન્ટ પર આ ભૂકંપની અસરની તપાસ શરુ કરવામાં આવી હતી.
દુકાનો અને શોપિંગ સ્ટોર્સમાં રાખવામાં આવેલ સામાન પડી ગયો હતો. પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો અહીં-તહીં ખસી ગયા હતા અને ટ્રેનો બંધ થઈ ગઈ હતી. હાલ લોકોમાં અરાજકતાનો માહોલ છે.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો