WEEKEND MOVIE : બોલિવૂડથી સાઉથ સુધી, જાન્યુઆરીમાં 12 ફિલ્મોનું ક્લેશ થશે, પોંગલ-મકર સંક્રાતિ વિકેન્ડ બુક થયા

0
138
WEEKEND MOVIE
WEEKEND MOVIE

WEEKEND MOVIE: આ દિવસે બોલિવૂડથી લઈને દક્ષિણ સુધીની ડઝનબંધ ફિલ્મો લોકોનું મનોરંજન કરશે. આ લિસ્ટમાં ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો સામેલ છે.

WEEKEND MOVIE List

વિજય સેતુપતિથી લઈને ધનુષ સુધી અને મહેશ બાબુથી લઈને નાગાર્જુન સુધી… 2024ની શરૂઆત ફિલ્મ પ્રેમીઓ માટે ધમાકેદાર રહેશે . ભારતીય બોક્સ ઓફિસ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં જ લગભગ એક ડઝન ફિલ્મોની ટક્કર જોવા મળશે. પોંગલ/સંક્રાંતિના વિકેન્ડ (WEEKEND MOVIE) પર ઘણી મોટી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. આ દિવસે બોલિવૂડથી લઈને દક્ષિણ સુધીની ડઝનબંધ ફિલ્મો લોકોનું મનોરંજન કરશે. આ લિસ્ટમાં ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો સામેલ છે.

WEEKEND MOVIE : Hnuman
WEEKEND MOVIE : Hnuman

નિર્દેશક પ્રશાંત વર્મા તેલુગુ ઈન્ડસ્ટ્રીની આ સુપરહીરો ફિલ્મ લઈને આવી રહ્યા છે. કહાનીમાં ભગવાન હનુમાનની શક્તિઓથી એક સુપરહીરો બનશે. તેજ સજ્જા આ ફિલ્મના લીડ રોલમાં છે. આ ફિલ્મ હિન્દી સહીત 5 ભાષામાં રિલીઝ થશે

IMG 0104


ટીઝર અને પોસ્ટર્સ પરથી ધનુષની ‘કેપ્ટન મિલર’ ખૂબ જ દમદાર ફિલ્મ લાગી રહી છે. આ પીરિયડ ડ્રામામાં ધનુષનો લુક લોકોને થિયેટર તરફ ખેંચવા માટે પૂરતો છે. ધનુષની આ પ્રથમ પેન-ઈન્ડિયા ફિલ્મ તમિલ સિવાય અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થશે.

IMG 0105

શિવ કાર્તિકેયન અભિનીત આ સાયન્સ-ફિક્શન ફિલ્મની છેલ્લા વર્ષથી રાહ જોવાઈ રહી છે. શિવ કાર્તિકેયન સ્ટારર આ ફિલ્મમાં ‘જાદૂ’ જેવો એલિયન જોવા મળશે. તેના ટીઝરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે અને તે તમિલની સાથે અન્ય ઘણી ભાષાઓમાં પણ રિલીઝ થવાની છે.

IMG 0106

‘બદલાપુર’ અને ‘અંધાધૂધ’ના દિગ્દર્શક શ્રીરામ રાઘવનની ફિલ્મ છે મેરી ક્રિસમસ. જેમાં વિજય સેતુપતિ અને કેટરીના કૈફની જોડી, એક સસ્પેન્સ થ્રિલર કહાનીમાં જોવા મળશે. 12મી જાન્યુઆરીના રોજ ‘મેરી ક્રિસમસ’ લોકોની ફેવરિટ બનવા જઈ રહી છે.

IMG 0114

‘અરણમનઈ’ એ તમિલ સિનેમાની લોકપ્રિય હોરર-કોમેડી ફ્રેન્ચાઈઝી છે. ફિલ્મમાં તમન્ના ભાટિયા, રાશિ ખન્ના અને સુંદર સી. મહત્વની ભૂમિકામાં જોવા મળશે.ફિલ્મના દિગ્દર્શક પણ સુંદર છે.

IMG 0108

તેલુગુ સ્ટાર નાગાર્જુન તેના ખોવાયેલો ફોર્મ શોધી રહ્યો છે અને આ ફિલ્મ તેને હિટ અપાવવાની ક્ષમતા ધરાવે છે. ‘ના સામી રંગા’ 14 જાન્યુઆરીએ અન્ય મોટી ફિલ્મો સામે ટક્કર લેતા જોવા મળશે.

IMG 0109

‘ટાઈગર નાગેશ્વર રાવ’ બાદ હવે રવિ તેજા ‘ઈગલ’ લઈને આવી રહ્યા છે. ફિલ્મમાં તેના લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે અને વાર્તા રસપ્રદ લાગે છે. ‘ઈગલ’ 13 જાન્યુઆરીએ રિલીઝ થશે…

IMG 0110

મહેશ બાબુ આ ફિલ્મ સાથે લાંબા અંતર બાદ પડદા પર પરત ફરી રહ્યા છે. તેલુગુ ઈન્ડસ્ટ્રીને પણ આ એક્શન ડ્રામા પાસેથી ઘણી અપેક્ષાઓ છે. રાજામૌલીની ફિલ્મ પહેલા મહેશ બાબુની આ છેલ્લી ફિલ્મ પણ હશે. ‘ગુંટુર કરમ’ 12 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

IMG 0111

તેલુગુ ઉદ્યોગમાં પોંગલ વીકએન્ડ પર ભારે કોમ્પિટીશન થવાનું છે. લોકપ્રિય સ્ટાર વેંકટેશની ફિલ્મ ‘સૈંધવ’ પણ 13 જાન્યુઆરીએ શેડ્યૂલ કરવામાં આવી છે અને નવાઝુદ્દીન સિદ્દીકી આમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. તેલુગુ ઈન્ડસ્ટ્રીની કઈ ફિલ્મ કમાલ બતાવે છે તે જોવું રહ્યું.

IMG 0112 2

અરુણ વિજયની ગણતરી તમિલ ઈન્ડસ્ટ્રીના પ્રતિભાશાળી યુવા સ્ટાર્સમાં થાય છે. આ ફિલ્મ સાથે તે એક થ્રિલર ફ્રેન્ચાઈઝી સેટઅપ કરવા જઈ રહ્યો છે. તો પોંગલ પર ‘મિશન: ચેપ્ટર 1’ પણ થિયેટર્સમાં જોર બતાવવા જઈ રહી છે..

IMG 0113

સલમાન ખાનના બનેવી આયુષ શર્માની ફિલ્મ ‘રુસલાન’ પણ સંક્રાંતિના વીકએન્ડ પર શિડ્યુલ છે. ફિલ્મના ફર્સ્ટ લૂક વિડિયોમાં આયુષના એક્શને બધાને દંગ કરી દીધા છે. (WEEKEND MOVIE)

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

જયરામ અભિનીત ‘અબ્રાહમ ઓઝલર’ એક મલયાલમ સિનેમા ફિલ્મ છે. સંક્રાંતિ વિકેન્ડ પર આ ફિલ્મ સૌથી પહેલા 11 જાન્યુઆરીએ રિલીઝ થશે.સસ્પેન્સ-થ્રિલર પ્રેમીઓ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે