ISRO દરરોજ 100 થી વધુ સાયબર હુમલાનો ભોગ બને છે : એસ સોમનાથ

2
68

ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)ના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે, દેશની સ્પેસ એજન્સી ISRO દરરોજ 100થી વધુ સાઈબર હુમલાઓનો સામનો કરી રહી છે. કોચી, કેરળમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય સાયબર કોન્ફરન્સ c0c0n ની 16મી આવૃત્તિના સમાપન સત્રમાં બોલતા ISRO અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે રોકેટ ટેક્નોલોજીમાં સાયબર હુમલાની સંભાવના ઘણી વધારે છે, જેમા અતિ આધુનિક સોફ્ટવેર અને ચિપનું સંયોજન હોય છે.

3 19

ISRO મજબૂત સાયબર સુરક્ષા નેટવર્કથી સજ્જ :

એસ સોમનાથે કહ્યું કે ISRO આવા હુમલાઓનો સામનો કરવા માટે મજબૂત સાયબર સુરક્ષા નેટવર્કથી સજ્જ છે. આ બે દિવસીય આંતરરાષ્ટ્રીય સાયબર કોન્ફરન્સનું ખાસ આયોજન કેરળ પોલીસ અને માહિતી સુરક્ષા સંશોધન સંઘ (ISRA) દ્વારા કરવામાં આવ્યું હતું.

રોકેટની હાર્ડવેરમાં રાખેલ ચિપ્સની સલામતી પર વધુ ધ્યાન :

ઈસરોના અધ્યક્ષે વધુમાં કહ્યું કે સોફ્ટવેર ઉપરાંત ઈસરો રોકેટની અંદર હાર્ડવેરમાં લગાવામાં આવેલી ચિપ્સની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરતા વિવિધ પરીક્ષણો પર પણ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, એક સમયે એક સેટેલાઈટ પર દેખરેખ રાખવાની રીત હવે અનેક સેટેલાઈટને એકસાથે મોનિટર કરવાની સૉફ્ટવેરની રીતમાં બદલાઈ ગઈ છે. તે આ ક્ષેત્રની ટેકનોલોજીની વૃદ્ધિ દર્શાવે છે.

4 12

સેટેલાઇટની સુરક્ષા માટે સાયબર સુરક્ષા (Cyber Security) મહત્વપૂર્ણ :

એસ સોમનાથે વધુમાં જણાવ્યું હતું કે વિવિધ પ્રકારના સેટેલાઇટ છે જે નેવિગેશન, મેન્ટેનેશ વગેરે માટે શ્રેણીબદ્ધ રીતે કામ કરે છે. આ ઉપરાંત એવા સેટેલાઇટ પણ છે જે સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં મદદ કરે છે. આ તમામ સેટેલાઇટ વિવિધ પ્રકારના સોફ્ટવેર દ્વારા નિયંત્રિત થાય છે. આ બધાની સુરક્ષા માટે સાયબર સુરક્ષા (Cyber Security) ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. 

S. Somnath at 16th edition of c0c0n

એડવાન્સ ટેકનોલોજી  વરદાનની સાથે ખતરો પણ : ઈસરો ચીફ

એસ સોમનાથે કહ્યું કે અદ્યતન ટેકનોલોજી એક વરદાન છે અને સાથે સાથે ખતરો પણ છે. તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણે સાયબર ગુનેગારો દ્વારા ઉભા થતા પડકારોનો સામનો કરી શકીએ છીએ. આ દિશામાં સંશોધન અને મહેનત થવી જોઈએ.

દેશ, દુનિયા અને અન્ય સમાચાર માટે – ક્લિક કરો અહી –

Nushrat Bharucha (નુસરત ભરૂચા) : ઈઝરાયેલમાં ફસાયેલી હિરોઈન ભારત સહી-સલામત પરત

૧૫૭ નગર પાલિકાઓને રોડ રીસરફેસિંગના કામો માટે ૧૦૦ કરોડ ફાળવાશે

લાયસન્સ ભલે ‘એક્સપાયર્ડ’ થયું, તેના કારણે ડ્રાઇવીંગ બેદરકારીભર્યું ગણી ન શકાય : મહત્વનો ચુકાદો

રસ્તે રખડતાં ઢોરને અટકાવવા હજી ધીરજ રાખવી પડશે : મ્યુનિ. કમિશનર

2 COMMENTS

Comments are closed.