લાયસન્સ ભલે ‘એક્સપાયર્ડ’ થયું, તેના કારણે ડ્રાઇવીંગ બેદરકારીભર્યું ગણી ન શકાય : મહત્વનો ચુકાદો

1
60
Consumer Disputes Redressal Commission
Consumer Disputes Redressal Commission

ડ્રાઇવીંગ લાયસન્સ એક્સપાયર્ડ એટલે કે મુદત પૂર્ણ થઇ ગઇ હોવા છતાં, વાહન અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિને વળતર મળે તેવો મહત્વનો ચુકાદો નવસારી ગ્રાહક તકરાર નિવારણ પંચે આપ્યો છે. 2021માં મૃત્યુ પામેલા પ્રૌઢના વારસદારોને 11.25 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કોર્ટે કર્યો છે. આ કેસની વિગતો પ્રમાણે નવસારીના જલાલપોર તાલુકાના લાલુભાઇ ટંડેલનું વાહન સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. હોસ્પીટલમાં સારવાર દરમિયાન 28 માર્ચ 2021ના રોજ તેઓનું અવસાન થયું હતું. તેઓએ જૂન 2020માં એક વર્ષ માટેનો 15 લાખનો અકસ્માત વીમો લીધો હતો. પરંતુ લાયસન્સ રીન્યુ ના કર્યું હોવાના કારણે ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીએ વીમાના દાવાને ફગાવી દીધો હતો. વીમા કંપનીએ દાવો ફગાવતા કહ્યું કે, અકસ્માતમાં ભોગ બનેલા લાલુભાઇના વાહન લાયસન્સ ની મુદત 2018માં પૂર્ણ થઇ હતી.

1 19

વીમા કંપનીએ કહ્યું કે, અકસ્માત વખતે અધિકૃત લાયસન્સ ધરાવતા ન હતા એટલે વીમાની રકમ મળવાને પાત્ર નથી. એટલું જ નહીં વાહન પણ બેદરકારીપૂર્વક ચલાવ્યું હોવાની અકસ્માત થયો હતો. લાયસન્સની મુદત ખત્મ થયાનો અર્થ એ થાય છે કે તેઓને વાહન ચલાવતા આવડતું નહતું અથવા બેદરકાર હતા. વીમા કંપનીએ એમ પણ કહ્યું કે મૃતક પાસે અધિકૃત અને માન્ય લાયસન્સ હોત તો તે દાવા માટે લાયક હતા.

મૃતકના પુત્રના વકીલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, વીમા કંપનીએ પોલીસી આપતી વખતે અધિકૃત લાયસન્સ છે કે નહીં તેની ચકાસણી કરવાની દરકાર લીધી નહતી. ઉપરાંત બેદરાકરીભર્યા ડ્રાઇવીંગને સાબિત કરી શકી નથી.

લાયસન્સ ન હોય તો પણ વીમા ધારક 75 ટકા વીમો મેળવવાનો અધિકાર ધરાવતા હોવાના હાઇકોર્ટના અન્ય એક ચુકાદાને  ટાંકવામાં આવ્યા હતાં. ગ્રાહક પંચે ચુકાદામાં કહ્યું કે પોલીસીના નિયમો મુજબ મૃતક પાસે સરકારી લાયસન્સ હોવાનું જરુરી છે. કોર્ટે ટીપ્પણી કરતા કહ્યું કે, આ કેસમાં મૃતક પાસે લાયસન્સ તો હતું, પરંતુ તે રીન્યુ થયું નહતું. એટલે તેને વાહન ચલાવતા આવડતું હતું તે સાબિત થાય છે. વીમા ધારક વીમો ઉતરાવે અને લાયસન્સ રીન્યુ ન કરે તો કંપની ખાસ પ્રીમીયમ વસુલતી હોય છે એટલે વીમાદાવો નકારવાનું યોગ્ય નથી.

top 9

વીમા કંપનીએ ખોટા ટેકનીકલ કારણો દર્શાવીને દાવો નકાર્યો છે. વીમા કંપનીને 9 ટકા વ્યાજ સાથે 11.25 લાખનું વળતર તથા માનસિક યાતના પેટે 50 હજાર ચુકવવાનો હુકમ ગ્રાહક પંચે કર્યો હતો.

દેશ, ગુજરાત અને અમદાવાદને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

ભારતીય સ્ટેટ બેંક ના કરોડો ગ્રાહકો માટે નવી સુવિધા,વાંચો અહીં

રસ્તે રખડતાં ઢોરને અટકાવવા હજી ધીરજ રાખવી પડશે : મ્યુનિ. કમિશનર

સચિન તેંડુલકર અને હરભજન સિંહની કોમેન્ટરી : મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023નો શુભારંભ

સાઉથ એક્ટર વિશાલે કરેલા આક્ષેપોના આધારે CBFC લાંચ કેસ હવે CBIના હવાલે

શિખર ધવને પત્ની આયેશાથી છૂટાછેડા લીધા, કોર્ટે સ્વીકાર્યું – પત્નીએ આચર્યું એ માનસિક ક્રૂરતા

સુકેશે જેક્લિનના ફોટા પર ટિપ્પણી કરવા બદલ મીકા સિંહને ફટકારી કાનૂની નોટિસ

પશુપાલકો માટે સારા સમાચાર, 250 મોબાઈલ પશુ દવાખાના શરૂ થશે


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.