ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ,મેઘાલયના 27 નાગરિકો ફસાયા

0
41
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ,મેઘાલયના 27 નાગરિકો ફસાયા
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ,મેઘાલયના 27 નાગરિકો ફસાયા

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ

યુદ્ધમાં ભારતીય નાગરિકો પણ ફસાયા

મેઘાલયના 27 નાગરિકો પેલેસ્ટાઈનના બેથલહેમમાં

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય નાગરિકો પણ ફસાયા છે. ઇઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ સમય દરમિયાન, ભારતીય 27 નાગરિકો પેલેસ્ટાઈનના બેથલહેમમાં અટવાયેલા છે.આ અંગે  માહિતી આપતાં મેઘાલયના  મુખ્યમંત્રીએ ટ્વિટર પર લખ્યું- ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના તણાવને કારણે અમારા રાજ્યના 27 નાગરિકો બેથલહેમમાં અટવાયા છે. તેમની સુરક્ષિત સ્વદેશ પરત ફરવાની ખાતરી કરવા માટે હું વિદેશ મંત્રાલયના સંપર્કમાં છું.

મેઘાલયના CMએ સોશ્યલ મીડિયામાં માહિતી આપી

ઈઝરાયેલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. બંને વચ્ચેના સંઘર્ષમાં કુલ 500થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં ગાઝા પટ્ટી તરફથી કરાયેલા રોકેટ હુમલામાં ઈઝરાયલમાં કુલ 300થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને 1500થી વધુ ઘાયલોનો આંકડો છે. ત્યારે બીજી બાજુ ઈઝરાયલ દ્વારા જવાબી કાર્યવાહીમાં ગાઝાપટ્ટીમાં 230થી વધુ લોકોના જીવ લેવાયા છે. અહીં ઘાયલોનો આંકડો પણ 3000ને વટાવી ગયો છે ત્યારે હવે જેરુસલેમની પવિત્ર યાત્રા માટે ગયેલા મેઘાલય રાજ્યના 27 નાગરિકો પેલેસ્ટાઈનના બેથલહેમ  શહેરમાં ફસાયા છે. મેઘાલયના સીએમ કોનરાડ સંગમા એ સોશ્યલ મીડિયામાં માહિતી આપતા લખ્યું હતું કે તેમની સુરક્ષિત સ્વદેશ પરત ફરવાની ખાતરી કરવા માટે હું વિદેશ મંત્રાલયના સંપર્કમાં છું.નોંધનીય છે કે ‘હમાસ’ જૂથ દ્વારા ઇઝરાયલી સ્થાનો ઉપર ૫,૦૦૦ જેટલા રોકેટ્સ છોડયા તેના જવાબમાં ઇઝરાયલી સૈનિકોએ વળતું આક્રમણ પણ શરૂ કરી દીધું હતું. અને તમામ માર્ગો બંધ કર્યા હતા

વાંચો અહીં ૧૫૭ નગર પાલિકાઓને રોડ રીસરફેસિંગના કામો માટે ૧૦૦ કરોડ ફાળવાશે


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.