Israel-Hamas War: ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન સંગઠન હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ (Hamas) ચાલી રહ્યું છે. દરમિયાન, 24 થી 29 નવેમ્બર સુધી બંને વચ્ચે યુદ્ધવિરામ (Israel-Hamas War) થયું હતું. જે અંતર્ગત હમાસે 100થી વધુ બંધકોને મુક્ત કર્યા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે પણ 300 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા હતા. હવે યુદ્ધવિરામ ખતમ થયા બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર ફરી હવાઈ અને જમીની હુમલા તેજ કર્યા છે.
એક અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે ઈઝરાયેલની સેનાએ કમલ અદવાન હોસ્પિટલ પર હુમલો (Israel-Hamas War) કર્યો હતો. અહીંના સ્ટાફ અને દર્દીઓના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના સૈનિકોએ બુલડોઝર વડે પેલેસ્ટિનિયનોના મૃતદેહને બહાર કાઢ્યા હતા.
દફનાવવામાં આવેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા અને બુલડોઝર વડે કચડી નાખવામાં આવ્યા.
હોસ્પિટલની બાળરોગ સેવાઓના વડા હોસમ અબુ સફિયાએ જણાવ્યું હતું કે, “ઇઝરાયેલી સૈનિકોએ કબરો ખોદી અને બુલડોઝર વડે મૃતદેહોને ખેંચી લીધા. બુલડોઝર વડે મૃતદેહોને કચડી નાખવામાં આવ્યા.”
ગાઝાને સહાય પૂરી પાડવાનો પ્રસ્તાવ યુએનમાં પસાર
ગાઝામાં માનવતાવાદી કટોકટી ઘટાડવા માટે પૂરતી માત્રામાં સહાય પૂરી પાડવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પસાર કરવામાં આવ્યો હતો. અમેરિકા અને રશિયાએ આ પ્રસ્તાવ પર મત આપ્યો ન હતો. થોડા દિવસો પહેલા અમેરિકાએ ગાઝામાં યુદ્ધવિરામ માટે યુએનમાં રજૂ કરાયેલા પ્રસ્તાવ સામે વીટોનો ઉપયોગ કર્યો હતો. જે બાદ યુદ્ધવિરામ આગળ વધી શક્યો ન હતો.
Israel-Hamas War: 80 હમાસ લડવૈયાઓની ધરપકડ
ઇઝરાયેલની ટેન્કોએ શાજયે શહેરના ટ્યુનિશિયન કબ્રસ્તાન, જબાલિયાના અલ-ફલુજાહ કબ્રસ્તાન સહિત 6 કબ્રસ્તાનોને નષ્ટ કરી દીધા છે. સૈનિકોએ હમાસના 80 લડવૈયાઓને પકડી લીધા છે. ધરપકડ કરાયેલા મોટાભાગના લડવૈયાઓ 7 ઓક્ટોબરના હુમલામાં સામેલ હતા. ઈઝરાયેલનું કહેવું છે કે 7 ઓક્ટોબરથી શરૂ થયેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને આતંકી સંગઠનો સાથે જોડાયેલા 700થી વધુ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
ઈઝરાયેલે હુમલા રોકવા માટે શરત રાખી: રિપોર્ટ
રીપોર્ટ મુજબ ઈઝરાયેલે 7 દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો. હુમલા રોકવાના બદલામાં ઈઝરાયેલે 40 બંધકોને મુક્ત કરવાની શરત રાખી હતી. જોકે, હમાસે આ શરત સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
રિપોર્ટ અનુસાર, હમાસના લડવૈયાઓએ 7 ઓક્ટોબરે 240 લોકોને બંધક બનાવ્યા હતા. યુદ્ધવિરામ કરાર હેઠળ 100 થી વધુ લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો