Dwarka  :  હવે ભગવાન શ્રી કૃષ્ણની ઓરીજનલ દ્વારકા જોવાનો મોકો મળશે. વાંચો શું છે આખો પ્લાન  !! 

0
256
Dwarka
Dwarka

Dwarka   : તમે દ્વારકાના દર્શન તો કર્યા હશે પણ શું તમે ઓરીજનલ દ્વારકા નગરીના દર્શન કર્યા છે જેને ભગવાન દ્વારકાધીશે પોતાના હાથે બનાવી હતી, જો તમારો જવાબ ના છે તો હવે થઇ જાઓ તૈયાર કેમ કે રાજ્ય સરકાર તમને હવે દરિયામાં સમાધિ લીધેલ ઓરીજનલ દ્વારકા નગરીના દર્શન કરવાનો મોકો આપશે.  હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા  નગરીના હવે દર્શન થઈ શકશે. આ માટે સરકાર હવે દરિયાના પેટાળમાં સબમરીન ચલાવવાનો પ્લાન તૈયાર કર્યો છે, જેનાથી 300 ફૂટ નીચે જઈને દ્વારકા નગરીના દર્શન કરી શકાય છે. 

 Dwarka

ધાર્મિક અને સાંસ્કૃતિક ટુરિઝમ વધારવા માટે સરકાર અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કાશી વિશ્વનાથ કોરિડોર અને મહાકાલ લોક કોરિડોર બાદ હવે સરકારે (Dwarka) દ્વારકા કોરિડોર પર કામ કરશે. જે અંતર્ગત દરિયામાં ડુબી ગયેલી મૂળ દ્વારકા નગરીના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. જે અંતર્ગત સરકારની કંપની ડોક શિપયાર્ડની સાથે રાજ્ય સરકારે એમઓયુ કર્યાં છે. આ સાથે જ મૂળ દ્વારકા (બેટદ્વારકા) માં અરબ સાગરમાં મોટો કેબલ બ્રિજ બની રહ્યો છે. જેની શરૂઆત જન્માષ્ટમીના આસપાસ થઈ શકે છે. 

Dwarka

Dwarka સમુદ્રમાં 300 ફીટ નીચે જશે સબમરીન


સબમરીન પ્રોજેક્ટની શરૂઆત આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળી બાદ શરૂ કરવામાં આવી શકે છે. જોકે, અત્યાર સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી. વાઈબ્રન્ટ સમિટમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર, સબમરીન લોકોને સમુદ્રની નીચે 300 ફીટ સુધી લઈ જશે. જ્યાં તેઓ હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની Dwarka નગરીના દર્શન કરાવશે. આ સબમરીન ટુર લગભગ બે થી અઢી કલાલની હશે. 

Dwarka

Dwarka : શું હશે સબમરીનની ખાસિયત


દ્વારકા દર્શન માટે ચલાવવામાં આવનારી સબમરીનનું વજન અંદાજે 35 ટન હશે અને આ સબમરીન પૂરી રીતે એર કન્ડિશન હશે. તેમાં એકસાથે 30 લોકો બેસી શકશે. દરેક સીટ વિન્ડો સીટ હશે. જેથી લોકો દરિયાઈ સૃષ્ટિને સરળતાથી જોઈ શકશે. સબમરીનમાં 24 મુસાફરો જ દર્શન માટે જઈ શકશે. કારણ કે, અન્ય 6 લોકો ક્રુ મેમ્બર્સ હશે. તેમાં 2 ડ્રાઈવર, 2 ગોતાખોર, એક ગાઈડ અને એક ટેકનિશિયન સામેલ હશે. મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કુબા ડ્રેસ આપવામા આવશે. સબમરીનમાં વીડિયો કોન્ફરન્સ જેવી સુવિધા હશે. જેનાથી સબમરીનમાં બેસીને સ્ક્રીન પર સામે થનારી હલચલને જોઈ શકશો અને રેકોર્ડ કરી શકશો.

Dwarka

Dwarka : કેટલું હશે સબમરીનનું ભાડું


Dwarka દર્શન માટે સબમરીનનું હાલનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે અત્યાર સુધી ભાડાની જાહેરાત કરી નથી. પંરતુ કહેવાય છે કે, તેનું ભાડું મોંઘું હોઈ શકે છે. સામાન્ય લોકોને ઘ્યાનમાં રાખીને સરકાર તેમાં સબસીડી આપી શકે છે.

તમે આ પણ વાંચી શકો છો

એટલા મોંઘા છે  Earbuds કે 1 ના બદલામાં આવે મોટા મોટા બંગલા , જાણો દુનિયાના સૌથી મોંઘા હેડફોન કયા છે ?


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.