PM survey : 2024 માં તમે કોને PM તરીકે જોવા ઈચ્છો છો ? સર્વેમાં આવ્યા ચોકાવનારા આંકડા

0
281
PM survey
PM survey

PM survey :  વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, ટૂંક સમયમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ જશે. ત્યારે દેશમાં વધુ એક સર્વે કરવામાં આવ્યો છે, કોણ બનશે ભારતના NEXT વડાપ્રધાન ? abp ન્યુઝ અને સી –વોટર દ્વારા કરવામાં આવેલા (PM survey) સર્વેમાં વડાપ્રધાન મોદીને હજુ પણ લોકો 2024માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને જોઈ રહ્યા છે.

PM survey

 આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને ભારે ઉત્તેજના ચાલી રહી છે. તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ હેટ્રિક ફટકારીને ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરશે. તે જ સમયે, વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. તેને હટાવવા માટે તેની તમામ તાકાતનો ઉપયોગ કરશે. વિપક્ષ દ્વારા પીએમનો કોઈ ચહેરો રજૂ કરવામાં આવ્યો નથી. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધી સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. લોકસભા ચૂંટણી 2024ની આ તૈયારીઓ વચ્ચે સી-વોટરે એબીપી ન્યૂઝ માટે એક ખાસ સર્વે (PM survey) હાથ ધર્યો છે. આમાં તેમણે લોકોને પૂછ્યું કે જો તેમને સીધા વડાપ્રધાન પસંદ કરવા હોય તો તેઓ કોને પસંદ કરશે?  

PM survey

જો તમારે સીધુ પીએમ પસંદ કરવું હોય તો તમે કોને પસંદ કરશો? આ સવાલના (PM survey) જવાબમાં 59 ટકા લોકોએ કહ્યું કે તેઓ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક તક આપશે. 32 ટકા લોકોએ કહ્યું કે તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પસંદ કરશે. 4 ટકા એવા પણ હતા જેમણે કહ્યું હતું કે તેઓ બંનેમાંથી કોઈની પસંદગી કરશે નહીં. 5 ટકા લોકોએ આ પ્રશ્નનો જવાબ ‘ખબર નથી’ સાથે આપ્યો.

PM survey

PM survey : ABP C-Voter सर्वे

            કોને જોવા માંગશો વડાપ્રધાન          જવાબ (ટકાવારીમાં )
    નરેન્દ્ર મોદી                               59 ટકા
    રાહુલ ગાંધી                           32 ટકા  
     બંને નહીં                                 4 ટકા 
    ખબર નથી                           5  ટકા  

ભારતીય જનતા પાર્ટી (BJP) 2024ની લોકસભા ચૂંટણીમાં ‘વિશાળ’ જીત મેળવવા પર નજર રાખી રહી છે. આને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગઠનના મુખ્ય નેતાઓને પાર્ટીની વોટ ટકાવારી 10 ટકા વધારવા માટે કામ કરવા કહ્યું છે. શનિવારે બે દિવસીય મંથન બેઠકના સમાપન દિવસે ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓ અને પ્રદેશ પ્રમુખોને સંબોધતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ભાજપનું પ્રદર્શન એવું હોવું જોઈએ કે વિપક્ષ ‘સ્તબ્ધ’ થઈ જાય. વિપક્ષી ગઠબંધન I.N.D.I.A અને BJP વચ્ચે સીધી લડાઈ થવાની સંભાવના છે. 2019ની ચૂંટણીમાં શાસક પક્ષને 37 ટકાથી વધુ વોટ મળ્યા હતા. જ્યારે તેમના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને લગભગ 45 ટકા વોટ મળ્યા હતા.

રાહુલ ગાંધી મોદી સરકારની નીતિઓ સામે સૌથી વધુ અવાજ ઉઠાવે છે. વિપક્ષે પીએમ પદ માટે પોતાની તરફથી કોઈ ચહેરાની જાહેરાત કરી નથી. પરંતુ, રાહુલ ગાંધીનું નામ હંમેશા આ રેસમાં રહે છે.

તમે આ પણ વાંચી શકો છો

WFI :  આખરે સરકારે નમતું જોખ્યું , Sanjaysingh સહીત આખી WFI ની માન્યતા રદ્દ