AMDAVAD : કલા દ્વારા સખાવત , અદભુત કલાકૃતિઓનું સર્જન

0
280
AMDAVAD : કલા દ્વારા સખાવત ,અદભુત કલાકૃતિઓનું સર્જન
AMDAVAD : કલા દ્વારા સખાવત ,અદભુત કલાકૃતિઓનું સર્જન

AMDAVAD : અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી અને હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી અમદાવાદમાં  ઈમા ફાઉન્ડેશનના સ્થાપક ચિત્રકાર રાધા બિનોદ શર્મા દ્વારા આ બ્રિજ ટુ વર્લ્ડ ૨૦૨૩ ગ્રુપ ચિત્ર પ્રદર્શન  અને  આર્ટ વર્કશોપનું  આયોજન કરવામાં આવ્યું.આ  ઇવેન્ટમાં ભારત અને યુ.કે.ના પ્રતિભાશાળી ઉભરતા કલાકારોના કલાત્મક કલાકૃતિઓ  રજૂ કરવામાં આવી. આ ગ્રુપ નો મુખ્ય ઉદ્દેશ્ય કલાકારોને તેમની કારકિર્દીની શરૂઆતમાં કોવીડ ૧૯  પછીના સમયગાળામાં કરવામાં મદદ કરવાનો છે, જ્યાં ઘણા પરિવારોના  બાળકોનો શિક્ષણ, કારકિર્દી અને રોજગાર  ગંભીર રીતે ખોરવાઈ ગયો હતો. 3 વર્ષના સમયગાળા  દરમિયાન એકબીજા  સાથે  વિશ્વભરના કલાકારોને તેમના અનુભવો શેર કરીને અને એકબીજાને શીખવા અને ટેકો આપીને ઉત્થાન અને સમર્થનમાં મદદ કરવાના દૃષ્ટિકોણથી રાષ્ટ્રોમાં સેતુ બાંધવામાં મદદ કરી રહ્યા છે.

AMDAVAD કલા

AMDAVAD : અમદાવાદની પ્રખ્યાત આર્ટ ગેલેરીમાં યોજાયો આ કાર્યક્રમ

AMDAVAD : અમદાવાદની પ્રખ્યાત આર્ટ ગેલેરીમાં આ કાર્યક્રમ 19મી થી 24મી ડિસેમ્બર 2023  અમદાવાદમાં  યોજાયો ત્યારે કલામય વાતાવરણ સર્જાયું અને કલાકારોએ પોતાની કલા રજુ કરી .અમદાવાદની ત્રણ મહત્વપૂર્ણ ગેલેરીઓ હઠીસિંહ  વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, કનોરિયા સેન્ટર ફોર આર્ટસ અને હુસૈન દોશી ગુફા (અમદાવાદ ની ગુફા)માં કલાના કાર્યો અને કલાત્મક પ્રક્રિયા બંને સાથે સંલગ્ન થઈને સર્જનાત્મક અભિવ્યક્તિના અનુભવમાં ભાગ લેવા અને તેનો આનંદ માણવા માટે કલારસિકોની  હાજરી વચ્ચે  આર્ટ વર્કશોપ અને સેમિનારમાં ભવ્ય  કલા સર્જન  દ્વારા સમકાલીન અને પરંપરાગત કલા સ્વરૂપો જોવા મળ્યા.

ચિત્ર પ્રદર્શનનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદને મદદ કરવાનો

જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ કરવાનો હતો. ચિત્ર વેચાણ દ્વારા મળેલી  રકમ બે સખાવતી સંસ્થાઓને આપવામાં  આવશે. જેમાં  વિંગસ્ટોફ્લાય-ધ ફાઉન્ડેશન અમદાવાદ, ગુજરાત અને આજી ચા ઘર મુંબઈ, મહારાષ્ટ્રમાં ખાતે આવેલી છે. આજી ચા-ઘર-23મી ડિસેમ્બર માટે ઉપસ્થિત તમામ કલાકારો સમર્પિત વર્કશોપમાં 24મી ડિસેમ્બરના રોજ હરાજી થનારી કૃતિઓ સાથે નાનું આર્ટ  તૈયાર કરવામાં આવ્યા.

જેના વેચાણથી  થતી આવક ચેરિટીમાં દાન કરવામાં આવશે. જેના  સ્થાપક શ્રી ગૌરી સુરેશ સાવંત છે જે એક પ્રતિષ્ઠિત જાહેર વ્યક્તિ છે જેમણે ભારતમાં સત્તાવાર ટ્રાન્સજેન્ડર માન્યતા અને નાગરિક અધિકારો માટે લડ્યા અને જીત્યા  છે.તેણીની વાર્તા તાજેતરમાં બોલિવૂડની અગ્રણી અભિનેત્રી, સુષ્મિતા સેન દ્વારા “તાલી” નામની છ એપિસોડ શ્રેણીમાં રજૂ કરવામાં આવી છે જેને ખૂબ જ પસંદ કરવામાં આવી છે.

વિંગસ્ટોફ્લાય-ધ ફાઉન્ડેશન માટે 19 થી 24મી ડિસેમ્બર 2023 દરમિયાન પ્રદર્શિત કાર્યોના વેચાણમાંથી મળેલી રકમ ગુજરાત રાજ્યમાં યુવા મહિલાઓના સશક્તિકરણ પર કેન્દ્રિત આ ચેરિટીને દાનમાં આપવામાં આવશે.

AMDAVAD

આ પ્રદર્શનમાં જાણીતા ચિત્રકાર હર્ષા લાખાણી પણ જોડાયા હતા અને પોતાની કલાકૃતિ રજૂ કરી હતી. તેમની કલા વિષે જાણીએ તો કલામાં નારીની વેદનામાં ભળતા સંવેદનાના રંગો અહીં કલાકૃતિઓ દ્વારા હર્ષા લાખાણીએ પીંછી અને રંગો સાથે  ,કલ્પનાથી સર્જન કર્યું છે.  તેઓ સેલ્ફથોટ અને ક્રિએટિવ આર્ટિસ્ટ છે. હર્ષ લાખાણીને દરેક જગ્યાની સ્થાનિક સંસ્કૃતિ જાણવાનો ,શીખવાનો મોકો મળ્યો , તેમણે સામાજિક જીવન ને ખુબ નજીકથી અભ્યાસ કર્યો છે. ખાસ કરીને સ્ત્રીઓની અનકહી લાગણીઓ ને ચિત્રોમાં ઉતારવાનો વિષય મળ્યો છે.પારિવારિક જવાબદારીઓ સંપૂર્ણ રીતે નિભાવીને હર્ષા એ કલા સાધના આગળ વધાવતા ભારતભર માં ૩૫થી વધુ ગ્રુપ શો માં ભાગ લીધો છે . જાણીતા કલાકારો સાથે વર્કશોપ પણ કર્યાં છે .

અહી આવેલા તમામ ચિત્રકારોએ પોતાની કલા વિષે વાત કરતા કહે છે કે અમને દરેક માધ્યમમાં કલાકૃતિઓ નું સર્જન કરવું મને ગમે છે અને એક્રેલિક કલર પ્રત્યે વધુ આકર્ષણ રહ્યું છે . કેટકાલ ચિત્રકારોએ સામાજિક જીવન  સાથે વણાયેલી વાતોને રંગો થકી કેનવાસ ઉપર ઉતારી છે . રિયાલિસ્ટિક પેઇન્ટિંગ ની સાથે ઍબ્સ્ટ્રેક , કન્ટેમ્પરી આર્ટ માં વધુ રસ પડતા એમાં સંશોધન અને પ્રયોગો કરતા કરતા પોતાની એક આગવી શૈલી પણ ચિત્રકારોએ વિકસાવી છે .

લંડનથી આવેલા અને મૂળ ત્રિપુરાના ચિત્રકાર રાધા બિનોદ શર્માએ કર્યું આયોજન

અહી આવેલા ભારતભરના તથા લંડનના ચિત્રકારો રંગો ને કેનવાસ સાથેનું  મિલન કરાવે ત્યારે કુદરત અને રંગો ના ઈશારા ને સમજીને ઍબ્સ્ટ્રેક ચિત્ર સુંદર રૂપે બહાર લાવે છે . જાણીતા ચિત્રકાર અને લંડનથી આવેલા અને મૂળ ભારતના ત્રિપુરા રાજ્યના રાધા બિનોદ શર્માએ જણાવ્યું કે આપણને ઘણા સુખદુઃખ અને સંઘર્ષ આવતા રહે છે ,પણ આ રંગોએજ જીવન ને રંગીન બનાવી રાખ્યું છે . હું કલાસર્જન માં મસ્ત થઈજાઉ છું ત્યારે એવું લાગેછેકે જીવંતતા અનુભવું છું ,કલા મારા જીવનનો પ્રાણવાયુ છે . હર્ષા કહે છે કે રંગો સાથે રમવું એજ મેડિટેશન છે. તેમના ચિત્રો કલારસિકોને પ્રફુલ્લિત કરે છે . ચિત્રોમાંથી કંઈક સંદેશો વહેતો હોય ત્યારે વિચારવા મજબુર કરે છે .